ભરૂચ: વાગરાના રહિયાદ ગામે GNFC (GNFC) ટીડીઆઇ ટુ (TDI To) પ્લાન્ટના (plant) 500થી 600 જેટલા કામદાર (worker) સાથે કંપની (Company) દ્વારા માત્ર રૂ.4નો વધારો કરીને કરેલી મજાકને લઈ ૨ દિવસથી 500થી વધુ કામદારો અકળાઈને કંપની બહાર પગારવધારો લઈ હડતાળ ઉપર ઊતર્યા છે.વાગરાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFCનો ટીડીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ ૫૦૦થી ૬૦૦ જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેમને હાલ રૂ.૩૫૧ રોજ ચૂકવવામાં આવે છે. આજથી ૧૫ દિવસ પહેલાં કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂ.૯૦નો વધારો કરવામાં આવશે. કમનસીબે હવે માત્ર ૪ રૂપિયાનો વધારો થતાં કામદારોમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી
કારણ એટલું જ કે, જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટિંગ ચાઈ પણ આવતી નથી. ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતાં કંપનીના કામદારો છેલ્લા ૨ દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાળ ઉપર ઊતરી ગયા છે.કામદારો લગભગ રૂ.૯૦ નહીં તો રૂ.૫૦નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે.
કામદારો આગળના દિવસોમાં પ્રચંડ વિરોધ કરશે
તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રૂપિયા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો ૩૯૦થી લઈને ૪૦૦ રૂપિયાનો રોજ હોવો જોઈએ. પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોના પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગારવધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં પ્રચંડ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.