Business

ભારતમાં લોન્ચ થયું વિશ્વનું સૌથી મોટું ટીવી, કિંમત જાણીને હોંશ ઉડી જશે

વિશ્વનું સૌથી મોટું ટીવી આજે ભારતમાં લોન્ચ થયું છે. ટીસીએલ (TCL) કંપનીએ આજે QD Mini LED TV લોન્ચ કર્યું છે. આ ટીવીનું સ્ક્રીન 115 ઈંચનું છે. ટીવીમાં 20 હજારથી વધુ ડિમિંગ ઝોન છે, જેના લીધે રંગો વાસ્તવિક દેખાય છે. આ ટીવી AI પ્રોસેસર ધરાવે છે, જે પિક્ચર અને ઓડિયો ક્વોલિટી વધારે છે. ટીવીમાં હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ છે, જે સિનેમા ગ્રેડનો અનુભવ આપે છે. તેમાં ગેમિંગ માટે પાવરફુલ ફીચર્સ પણ છે.

આ QD Mini LED TVની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે. TCLના 115-ઇંચ QD Mini LED TV ની કિંમત 29,99,990 રૂપિયા છે. એટલે કે આ ટીવી ખરીદવા માટે તમારે 30 લાખ રૂપિયા ખર્ચવા પડશે. તમે તેને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. તેની સાથે કંપની માત્ર 75 ઇંચનું QLED ટીવી ફ્રી આપી રહી છે. જોકે, આ ઓફર મર્યાદિત સમય માટે છે.

TCL QD Mini LED TVમાં 115-ઇંચની 4K રિઝોલ્યુશન સ્ક્રીન છે, જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તમને આ ટીવીમાં જોવાનો સારો અનુભવ મળશે. આ ટીવી HDR5000 Nits, HDR10+, TUV બ્લુ લાઇટ અને TUV ફ્લિકર ફ્રી સપોર્ટ સાથે આવે છે. આ તમામ સુવિધાઓ તમારા ટીવી જોવાનો અનુભવ સિનેમા હોલ જેવો બનાવશે.

આ ટીવીમાં તમને TCLની પેટન્ટ ટી-સ્ક્રીન અલ્ટ્રા ટેક્નોલોજી મળે છે. TCL QD Mini LED TV એ બ્રાન્ડનું સૌથી અદ્યતન ટીવી છે. તેમાં AiPQ Pro પ્રોસેસર છે. વિડિયો, પિક્ચર ક્વોલિટી અને ઑડિયો ક્વૉલિટી માટે AI સંચાલિત પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે. તેમાં ONKYO 6.2.2 Hi-Fi ઓડિયો સિસ્ટમ છે.

જો તમને ગેમિંગ ગમે છે તો આ ટીવી તમારા અનુભવમાં અનેકગણો વધારો કરશે. ગેમિંગ માટે તેમાં ગેમ માસ્ટર ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ALLM સપોર્ટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તમને મલ્ટી-વ્યૂ 2.0 મળશે. જેની મદદથી તમે ટીવી પર એક સાથે બે અલગ-અલગ કન્ટેન્ટ ચલાવી શકો છો. આ સાથે કંપની એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે.

Most Popular

To Top