Vadodara

વેરા ઝુંબેશ : ગેંડા સર્કલ નજીક એટ્લાન્ટિસ હાઈટ્સ ખાતે 8 થી 9 મિલકતો સીલ

વડોદરા: મહાનગરપાલિકામાં હાલમાં બાકી મિલક્ત વેરા માટે મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને રોજેરોજ વિવિધ વિસ્તારમાં આ મિલાટો સીલ કરવામાં આવી રહી છે. બુધવારે ગેંડા સર્કલ નજીક એટ્લાન્ટિસ હાઈટ્સ ખાતે 8 થી 9 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સંબંધિત વોર્ડના સ્ટાફ, જોડાયા હતા. આજરોજ બિન રહેણાંક વિસ્તારમાં મિલ્કતો સીલ કરાતા કેટલાકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ સુધીમાં તેમજ કૂલ વેરાની આવક રૂ. 546 કરોડને પર થઇ ગઈ છે. તો હાલ સુધીમાં શહેરમાં સવાલાખ જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે તો રહેણાંક વિસ્તારના અઢી લાખ લોકોને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હજુ પણ માર્ચ ૨૦૨૩ સુધી સઘન વસુલાતના ભાગરૂપે બિન-રહેણાંક મિલકતો સિલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોના બાકી વેરા માટે પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ માર્ચ ૨૦૨૩ ના દરેક સોમવારે વોર્ડના રેવન્યુ વિભાગ તથા અન્ય વિભાગના સ્ટાફ સાથે મળી માસ સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. બાકી મિલકત વેરાના વ્યાજ પર તા. ૩૧-૦૩-૨૦૨૩ સુધી રહેણાંક મિલકતો માટે ૭૦% અને બિન રહેણાંક મિલકતો માટે ૫૦% ની આકર્ષક વ્યાજ માફીની યોજના અમલમાં છે તમામ વોર્ડ કચેરીઓ રજાઓના દિવસો દરમ્યાન પણ કાર્યરત રહેશે.

Most Popular

To Top