સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરા બીલ સુરતની પ્રજાને મળવા લાગ્યા છે. મારું બીલ પણ આવ્યું. જે વાત હું કરવા જઈ રહ્યો છું તે આમ તો સાવ નાની લાગશે, પણ અગત્યની છે. જે વેરાબીલ મળ્યું તેનું ફાઈલિંગ કરવા ગયો તો ખ્યાલ આવ્યો કે તે બીલની જમણી બાજુ પર ફાઈલ કરવા માટેના કાણા પાડવામાં આવેલા છે. પરંતુ ડાબી બાજુ પર તેવાં કાણાં નથી, પરિણામે ફાઈલ કરવા માટે ડાબી બાજુ પર પંચિંગ કરીને કાણાં પાડવાં પડે એવું છે. તેવું કરવામાં ઝાઝો સમય બગડતો નથી, પણ પ્રશ્ન એ છે કે જો જમણી બાજુ કાણાં પાડ્યાં જ છે તો ડાબી બાજુ પર પણ તેવાં કાણાં પાડવામાં તકલીફ શું પડે? છેવટે એ કામ થવાનું તો મશીન દ્વારા જ. ટૂંકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરા બીલમાં ફાઈલ કરવા માટે ડાબી બાજુ પર પણ કાણાં હોય તો સારુ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.