Business

ગ્રાહક અદાલતમાં ફરિયાદ કર્યા બાદ સિનિયર સીટીઝન મહિલાને ટાટા પાવર કંપનીએ ૧000 શેર્સ આપવા પડયા

શેર હોલ્ડરને શેર મોકલવાને બદલે ભૂલથી અન્ય સંસ્થાને શેર્સ મોકલી દેનાર કંપનીએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ થવા બાદ શેર હોલ્ડરને શેર્સ એલોટ/ઈસ્યુ કરી આપ્યા હતા.  બેંક ઓફ બરોડાના DM અને સુરત ડીસ્ટ્રીકટ રીજનલના મેનેજર શ્રી વી.કે. કોઠારીના માતૃશ્રી જનદેવી કોઠારી (સીનીયર સીટીઝન)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત દ્વારા પાવર લિ. કંપની તેમજ તેના ચેરમેન/મેનેજીંગ ડિરેકટર વિરૂધ્ધ સુરતની જીલ્લા ગ્રાહક (ડીસ્ટ્રીક્ટ ફોરમ)દાખલ કરાયેલ ફરિયાદી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, જતનદેવી કોઠારી સામાવાળા દ્વારા ટાટા પાવર લિ. કંપનીના ૧૫ શેર્સ, પ્રત્યેક શેર રૂા. ૧૦૦/- નો ૩ શેર સર્ટીફીકેટ અન્વયે ધારણ કરતા હતા.

ત્યારબાદ, ટાટા પાવર કંપનીની સ્કીમ મુજબ રૂ. ૧૦૦/- ના શેરનું રૂા. ૧૦ ના શેરનું વિભાજન કરવામાં આવેલું, એટલે કે ફરિયાદી રૂા. ૧૦૦/- ની કિંમતવાળા ૧૫ શેરના બદલામાં ટાટા પાવર કંપની પાસેથી રૂા. ૧૦/- ની કિંમતના ૧૫૦ શેર મેળવવા હકકદાર થતા હતા. જેથી ફરિયાદીએ કુલ ૧૫ શેરના ૩ શેર સર્ટીફીકેટ સામાવાળા કંપનીના નિયત શેર ટ્રાન્સફર એજન્ટને રજીસ્ટર્ડ પોસ્ટ ADથી મોકલ્યા હતા.

પરંતુ, સામાવાળાના ટ્રાન્સફર એજન્ટે ફરિયાદીને પ શેરના એક શેર સર્ટીફીકેટના બદલામાં બીજા નવા ૫૦ શેર (પ્રત્યેક રૂા. ૧૦/- ની કિંમતના) માટે નવું શેર સર્ટીફીકેટ ફરિયાદીને મોકલેલ પરંતુ, બાકીના ૧૦ શેરના બદલામાં નવા ૧૦૦ શેર્સ મોકલેલ નહી અને તેને બદલે ભૂલથી ફરિયાદીના નવા ૧૦૦ શેર રૂ. ૧૦ ની કિંમતવાળા મોર્ગન સ્ટેનલી ગ્રોથ ફંડને મોકલી આપેલ. સામાવાળાના શેર ટ્રાન્સફર એજન્ટે તેમને ફરિયાદી ધ્વારા ગ્રાહક પરિષદ સુરત મારફત અપાયેલ નોટીસના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ મોર્ગેન સ્ટેનલી ગ્રોથ ફંડના કસ્ટોડીયન સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંક સાથે આ પ્રકરણમાં ફોલોઅપ લઈ રહ્યાં છે અને તેમને ભૂલથી મોકલાઈ ગયેલ ફરિયાદીના ૧૦૦ શેર તેમના દ્વારા પરત થયેથી તેઓ ફરિયાદીઓને મોકલી આપશે તેવું આશ્વાસન અપાયું હતું. જેથી ફરિયાદીએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની ફરજ પડી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ગ્રાહક અદાલત સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો ફરિયાદીના શેર સામાવાળાઓથી ભૂલથી મોર્ગન સ્ટેનલીને મોકલાઈ ગયા હોય અને મોર્ગન સ્ટેનલી મજકુર શેર્સ પરત ન કરતી હોય તો તેવા સંજોગોમાં ફરિયાદીના કાયદેસરના હકકો સાથે આ રીતે રમત કરવાને બદલે સામાવાળાઓ તેમનાથી મોર્ગન સ્ટેનલીને મોકલાઈ ગયેલ શેર્સ સર્ટીફીકેટ રદ અથવા કેન્સલ કરી નવા શેર સર્ટીફીકેટ ફરિયાદીને મોકલી શકયા હોત. પરંતુ તેમ પણ સામાવાળાએ આજદિન સુધી કરેલ ન હોય, સામાવાળાઓએ ફરિયાદીને આપવી પડતી સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ અપનાવેલ હોય, સામાવાળા નં. ૧ ફરિયાદીના નામે નવા ૧૦૦ શેર્સ પ્રત્યેક રૂા. ૧૦/- ની કિંમતના સામાવાળા નં. ૧ કંપનીના ઈશ્યુ કરી આપે અથવા ફરિયાદવાળા ૧૦૦ શેર્સની ફરિયાદની તારીખ માર્કેટ વેલ્યુ રૂ. ૧,૩૫,૦૦૦ જેટલું વળતર ફરિયાદીને ચુકવી આપે.

 સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ફરિયાદ મંજૂર કરી ફરિયાદની ૧૦૦ શેર્સની માર્કેટ ફરિયાદની તારીખે માર્કેટ વેલ્યુ રૂ ૧,૩૫,000/- નું વળતર વાર્ષિક ૧.૩૫.૦૦૦/નું વળતર વાર્ષિક ૯% વ્યાજ સહિત તેમજ વળતર ખર્ચના બીજા રૂ. ૩.૦૦૦૦૦૦ ચુકવી આપવાનો આપવાનો હૂકમ કયો હતો.  ત્યારબાદ, ટાટાટાટા પાવર કંપનીના રૂ. ૧૦/- ની કિંમતના શેરનું રૂ/-૧ ની કિંમતના શેરમાં સબ-ડિવિઝન થયું હતું. જેથી, ફરિયાદી રૂ/- ૧ની કિંમતના ૧ એવા કુલ ૧૦૦૦/- શેર્સ મેળવવા હક્દાર થયા હતા. ત્યારબાદ, ટાટા પાવર કંપની અને તેમના રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી રૂ. ૧/- નો ૧ એવા ૧૦૦૦/- શેર્સ તથા ચઢેલું ડિવિડન્ટ ચૂકવી આપવાની ઓફર કરતા ફરિયાદીએ તે સ્વીકાર્યા હતાં, વિવિધનો સુખદ અંત આવેલ.

Most Popular

To Top