વડોદરા: અમદાવાદથી અંકલેશ્વર અને મુન્દ્રાથી મહેસાણાના હાઈવે પર ટ્રકચાલકોને તિક્ષ્ણ છરાથી બાનમાં લઈને લાખોની લૂંટ ચલાવતી કુખ્યાત સિંધિ ગેંગના ત્રિપૂટીને પીસીબીના સ્ટાફે તિક્ષ્ણ હથિયારો સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા. પીસીબીની ટીમ વાઘોડિયા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી. તે અરસામાં ત્રણ શકમંદને અટકાવીને પૂછતાછ કરતા ઉડાઉ જવાબ આપ્યા હતા. પીસીબીની ટીમે ત્રિપૂટીની અંગઝડતી લેતા તમામ પાસેથી તિક્ષ્ણ છરા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે નામઠામ પૂછતા લોગભાઈ તૈયબભાઈ ભટ્ટી, અબ્દુલમુરાદ ભટ્ટી અને અમીન કાસમ પઠાણ તમામ સિંધિ હોવાની કબુલાત કરી હતી.િસંધિ ત્રિપૂટી પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના આંતણનેશ અને વાદળથર ગામના રહેવાસી છે. લૂંટ કે હત્યા કરવાના ઈરાદે છરા લઈને ફરતી ત્રિપૂટીને કડકાઈભરી પૂછતાછ કરતા ચોંકાવનારી કબુલાત પોલીસને કરતા જણાવેલ અમદાવાદથી અંકલેશ્વર અને મહેસાણાથી મુંદ્રા વચ્ચેના હાઈવે પર આરામ કરતા ટ્રકચાલકો સાથે વાતચિત કરીને તક મળતા જ છરા બતાવતા હતા અને મોબાઈલ તથા નાની મોટી રોકડ લૂંટી લેતા હતા.તદ્દઉપરાંત ટ્રકમાંથી ડિઝલ ચોરી પણ કરતા હતા
અબ્દુલ મુરાદ અને અમીન પઠાણના નામે તો ચોરીના દસ-દસ ગુના નોંધાયેલા છે. જયારે લોંગભાઈના નામે ચોરી, અકસ્માત અને લૂંટના ગુનાને અંજામ આપી ચૂકયો હોવાથી તદ્દન રીઢા ગુનેગારો હોવાનું સપાટી પર આવ્યું હતુ.વાઘોડિયા ચોકડી હાઈવે પર શિકારી શોધમાં ફરતી ત્રિપૂટીને પીસીબીએ ઝડપીને બાપોદ પોલીસને સોંપી દીધી હતી. બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.