તાપીનદીનો ઇતિહાસ જોઇએ તો તાપી સૂર્યપુત્રી કહેવાય છે અને એનું મહત્વ ખુબ જ છે તેની લંબાઈ 724 કીલોમીટરની છે. નર્મદા અને મહીનદી પછી ત્રીજી મોટી નદી છે. મધ્યપ્રદેશ બરહાનપુર સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્દભવે છે અને મહારાષ્ટ્રમાં અકોલા-જલગાવ-ધુળે-પાસેથી થઇને નંદરબાર કડોદ થઇને સુરતમાં પ્રવેશે છે, આ વચ્ચે તાપી નદી ઘણી નાની નદીઓને મળે છે. મહારાષ્ટ્રમાં ગોભાઈ, અરુણાવતી, ગીરણાનદી વગેરે અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આવીને અરબી સમુદ્રને જયને મળે છે. અને આનો જુનો ઇતિહાસ જોઇએ તો મક્કાઈપુલ પાસે મક્કા ઓવરા પરથી હજ યાત્રીઓ જહોજોમાં બેસીને તાપી માર્ગે.
અરબી સમુદ્રમાં પ્રવેશીને હજ પઢવા જતા હતા એ જુનો ઇતિહાસ છે. જયારે એડક્રાફટની સુવિધા નય હતી. આ 724 કીલો મીટરમાં હથનુંર ડેમનું પાણી પણ સંગ્રહ થાય છે અને કાકરાપાળ અને ઉકાઈડેમ મહત્તમ સંગ્રહ થાય છે પણ ડેમ ઓવરફોલો થાય ત્યારે ડેમના દરવાજા ખોલે ત્યારે પાણી સુરતમાં પ્રવેશે છે. છેલ્લા 950 વર્ષમાં 1876થી 2024 સુધીમાં 27 વખત સુરત તાપીમાં રેલ આવી છે અને 2006ની રેલ તેમાં ત્રણ દિવસ સુધી ચાલી હતી. પણ ત્યાર પછી તંત્રની તકેદારી અને મેનેજમેન્ટથી છેલ્લા 18 વર્ષથી સુરતમાં પુર નથી આવ્યા અને આપણ માટે સુરતની જનતા માટે સારી વાત છે. પણ હજુ આપણે અડાજણ-રાંદેર-બાજુ પાળાની સખત જરૂરત છે. તેનું નિર્માણ થવું જોઇએ જેથી અડાજણ વાસીઓ ચેનની રાહત થાય.
સુરત – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે