સુરત: રાજ કુંદ્રા (Raj kundra)ની એપ્લિકેશન hotshot પર તનવીર (Tanveer) દ્વારા ડિરેક્ટ (Direct) કરાયેલી ઈન્ટરકોર્સ (Intercourse) નામની મુવી રિલીઝ (Movie release) થઈ હતી. મુંબઈ (Mumbai)ના સંયુક્ત પો.કમિ. મિલિંદ ભારંબે દ્વારા ‘ગુજરાતમિત્ર’ સાથેની વાતમાં તનવીર રાજ કુન્દ્રાને ફિલ્મો બનાવી આપતો હોવાની પુષ્ટિ થઈ છે.
મુંબઈના બિઝનેસમેન શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ રાજ કુન્દ્રાનું પોર્ન કાંડ ખુલ્લું પડતાં સોશિયલ મીડિયા (Social media) ઉપર સતત ટ્રોલ થઈ રહ્યા છે. ત્યારે આ કેસના તાર સુરત સુધી જોડાયા છે. ચોક બજારમાં રહેતા તનવીરે ડાયમંડ સિટી ઉપર પોર્ન ફિલ્મ મેકિંગનો ડાઘ લગાવ્યો છે. તન્વીર દ્વારા ઈન્ટરકોર્સ નામની ફિલ્મ ડિરેક્શન કરાઇ હતી. આ ફિલ્મ તેને રાજ કુંદ્રાની hotshot એપ્લિકેશન ઉપર રિલીઝ કરી હતી. તેના દ્વારા આ અંગે રિલીઝ બાબતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ મૂકવામાં આવી હતી. તનવીર સસ્તામાં આ ફિલ્મો સુરતના વિવિધ લોકેશન ઉપર બનાવતો અને રાજ કુન્દ્રાને આપતો હતો.
લાખો રૂપિયાની કમાણી જોઈ તનવીરે પોતાની એપ્લિકેશન પણ બનાવી
તનવીર એક વર્ષ અગાઉ રાજ કુંદ્રાની hotshot એપ્લિકેશન માટે કામ કરતો હતો. તે ફિલ્મો બનાવી hotshotને આપતો હતો પરંતુ ગુગલ અને આઈફોન સ્ટોરે આ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકતા તનવીરે પોતાની Lihaf એપ્લિકેશન શરૂ કરી હતી. અને હવે તે તેના પર જ આ પ્રકારની પોર્ન ફિલ્મ બનાવી મૂકે છે. આ એપ્લિકેશનનો તનવીર પોતે માલિક છે તેમ કહી શકાય છે.
જેલમાંથી બહાર આવી ફરી પોર્ન ફિલ્મો બનાવી
તનવીર જેલમાંથી જામીન મેળવી ફરી બહાર ફરી રહ્યો છે. મુંબઇ અને સુરતના આંટાફેરા મારતો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય તનવીર ફરી ફિલ્મો બનાવવા માટે સક્રિય થઈ રહ્યો હોવાની વાત જાણવા મળી છે. તનવીર હાલ તેની પોતાની liha એપ્લિકેશનનો માલિક છે. અને તે આ ફિલ્મો બનાવીને આ એપ્લિકેશન પર રિલીઝ કરે છે. છ દિવસ પહેલા 14 જુલાઇએ પણ તેની આ એપ્લિકેશન પર એક નવી ફિલ્મ રિલીઝ થઈ છે.
મુંબઈ સંયુક્ત પોલીસ કમિશનરની પુષ્ટિ
તનવીરે કુલ કેટલી ફિલ્મો રાજકુંદ્રાના એપ્લિકેશનને વેચી છે તે અંગે હજી મુંબઈ પોલીસે જણાવ્યું નથી. પરંતુ મુંબઇના સંયુક્ત પોલીસ કમિશનર મિલિન્દ ભારંબેએ ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીતમાં તનવીરનો રાજ કુંદ્રા સાથે સંપર્ક હોવાનો તથા તેની સાથે કામ કરતો હોવાની પુષ્ટી આપી હતી. જોકે તેમને આ કેસની તપાસ ચાલી રહી છે તેથી વધારે માહિતી આપવા ઇનકાર કર્યો હતો.