અમદાવાદમાં મકરબામાં ઈલેટ્રોનિકસ ચીજવસ્તુઓનો શો રૂમ ધરાવતા એક વેપારીને પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુ:ખ તેમજ ઘરની સમસ્યાઓ દૂર કરાવવા માટે પોતાના જ એક મિત્રની મદદ વડે ઘાટલોડિયાના તાંત્રિકને મળીને વિધી કરાવતા તેની સામે તાંત્રિકે 43.65 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકે નોંધાવવા પામી છે. પોલીસ દ્વ્રારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.
અજય પટેલને છેતરાયા હોવાનો અહેસાસ થતાં સમગર્ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસ દ્વ્રારા તાંત્રિક , તેમના પત્ની અને તેના ગુરૂજી સામે તપાસ શરૂ કરાઈ છે. આોરપી તાંત્રિક દ્વ્રારા 5 લાખની રકમ નેટ બેન્કિંગ દ્વ્રારા , જયારે બાકીની રમક રોકડામાં મેળવી લીધી હતી.ફરિયાદીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે મનદુ:ખ થયુ હતું.
આ ઉપરાંત તેમના ઘરમાં પણ કેટલીક સમસ્યાઓ પણ હતી. તેને દૂર કરાવવા માટે એક મિત્રની મદદ વડે તાંત્રિક સુધી પહોચ્યા હતા. ત્યાર બાદ વિધી કરાવવાના બહાને તાંત્રિકે 43 લાખ કરતાં પણ વધુ રકમ પડાવી લીધી હતી.