SURAT

હજીરાના અદાણી પોર્ટ ઉપર ગેસ ખાલી કરતા સમયે ગુંગળામણથી ટેન્કર ચાલકનું મોત

સુરત : હજીરા અદાણી પોર્ટ ખાતે ટેન્કરમાંથી (Tanker) એનીલિંગ ગેસ ખાલી કરતા સમયે ગેસ ગુંગળામણની અસર થતા ટેન્કર ચાલકનું મોત (Death) નિપજ્યું હતું. આ ઘટના અંગે હાલમાં તો પોલીસે (Police) અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ટેન્કર ખાલી કરતી વખતે સેફ્ટી મેજર્સ લેવામાં આવ્યા હતા કે નહીં તે અંગેની કોઇ જાણકારી મળી શકી નથી.

આ ઘટના અંગે હજીરા પોલીસ સૂત્રો પાસેથી મળથી વિગતો અનુસાર મૂળ પાટણ જિલ્લા દાત્રાણ ગામના વતની અને હાલ અદાણી પોર્ટ ખાતે શ્રીરામ કૃપા રોડવેઝની ટેન્કર નં.જીજે.12-બીવાય.8566માં રહેતા 37 વર્ષિય માનાભાઇ લાલાભાઇ આયર ગત 20મી ઓગષ્ટની રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં અદાણી પોર્ટ ખાતે ટેન્કરમાંથી એનીલીંગ ગેસ ખાલી કરી રહ્યા હતાં. દરમિયાન ગેસ લીકેજ થતા તેમને ગેસ ગુંગળામણ થતા શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. બેભાન થઇ ગયેલા માનાભાઇને તાત્કાલિક સારવાર માટે અદાણી પોર્ટની એમ્બ્યુલન્સ મારફતે અઠવાગેટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગત મોડી સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેસ ખાલી કરતી વખતે કયા પ્રકારના સેફ્ટી મેજર્સ રાખવાના હોય છે અને ઘટના બની તે સમયે સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેમ તેની જાણકારી મળી શકી નથી.

સરસ ગામના જલારામ મંદિર પાસે બે બાઈક સામસામે ભટકાતાં બેનાં મોત
દેલાડ, ટકારમા: ઓલપાડના વિહારા ગામના નાના હળપતિવાસમાં રહેતા બીપીન કાંતિ રાઠોડ (ઉં.વ.૨૫) ખેતમજૂરી કરતો હતો. તા.૨૧/૮/૨૦૨૨ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે પોતાની બહેનની હીરો પેશન પ્રો મોટરસાઇકલ નં.(જીજે-૫-એસઆર-૮૧૯૨) લઈ તેના મિત્ર પીયૂષ દલપત રાઠોડ સાથે સરસના સિદ્ધનાથ મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. બંને મિત્ર પોણા દશેક વાગ્યે સિદ્ધનાથ મંદિરથી ઘરે પરત ફરતા હતા ત્યારે સરસ ગામના જલારામ મંદિર પાસેથી પસાર થતા હતા. એ દરમિયાન સામેથી પૂરઝડપે આવતી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(જીજે-૦૫-જીએચ-૭૨૦૮) સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બીપીન તથા પીયૂષ રોડ પર પટકાતાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે હીરો સ્પ્લેન્ડર પર સવાર ત્રણેયને પણ ઈજા પહોંચતાં તમામને સારવાર અર્થે ઓલપાડ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વિહારા ગામના બીપીન રાઠોડ તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(જીજે-૦૫-જીએચ-૭૨૦૮) ચાલક અક્ષય મહેશ વાઢેર (રહે., ઘનશ્યામ વિહાર સોસાયટી, કતારગામ, સુરત)ને મૃત જાહેર કરતાં પોલીસે બંને લાશનો કબજો લઈ પી.એમ. માટે ખસેડી હતી. ડોક્ટરે ઘટનામાં ઈજા પામેલા વિહારા ગામના પીયૂષ રાઠોડ તથા સુરતના વિવેક અશોક વાઢેર, પ્રશાંત હિંમત કલસરિયા આ ત્રણેયને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બીપીનનું મોત થતાં તેમના પિતા કાંતિ કાળીદાસ રાઠોડે મોતને ભેટેલા અક્ષય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ઘટનાની વધુ તપાસ ઓલપાડ પોલીસ સ્ટેશનના હે.કો. નીતેશ માનસિંગ ચૌધરી કરી રહ્યા છે.

Most Popular

To Top