Charchapatra

તન મોટાં અને મન સાંકડાં

દીવો મંદિરમાં ભલે કરો પણ દિલમાં નહીં કરો ત્યાં સુધી જીવનમાં અંધારું રહેશે. વર્તમાન સમયમાં માનવીનું તન મોટું અને મન સાંકડું થઇ રહ્યું છે. ઘરમાં ફોન હોય છે પણ મૌન નથી હોતું. ટી.વી. હોય છે પણ શું જોવું તેની દૃષ્ટિ નથી હોતી. વી.સી.ડી હોય છે પણ જીવનવિકાસની સીડી ઉપર ચડવાને બદલે માનવી નીચેની દિશામાં ઊતરે છે. માનવી પાસે સુખ છે. શાંતિ નથી. સમૃધ્ધિ છે. તંદુરસ્તી નથી. આબરૂ છે. અહમ્ એટલો બધો આવે કે ભાગવત કથા સાંભળ્યા પછી પણ દંભની મડાગાંઠ અકબંધ રહે છે. કેટલાક લોકો છપ્પન ભોગ આરોગે પણ બારણે આવેલા ભિક્ષુકને કંઇ ન આપે અને તેને ગમે તેમ બોલી ધુત્કારી કાઢે. કેટલાક બ્રાહ્મણોને દાન દક્ષિણા આપશે, પણ જરૂરીઆતમંદ વ્યકિતને કોઇ જ મદદ નહિ કરે. જો વ્યકિત તનની તંદુરસ્તી જાળવી મન મોટું રાખી એકબીજાને મદદરૂપ થાય તો!

સુરત     – સુવર્ણા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top