National

તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, CDS જનરલ બિપિન રાવત પત્ની સાથે સવાર હતા

નવી દિલ્હી: (Delhi) તમિલનાડુના (Tamilnadu) નીલગીરી જિલ્લાના કુન્નુરમાં બુધવારે આર્મીનું (Army) હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના સ્ટાફ અને પરિવારના સભ્યો સાથે હેલિકોપ્ટરમાં સવાર હતા. તેમની સાથે સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સીડીએસ જનરલ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. 

ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, એનકે જીતેન્દ્ર કુમાર, એલ/એનકે વિવેક કુમાર, એલ/એનકે બી સાઈ તેજા, હવાલદાર સતપાલ સવાર હતા. હેલિકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની પણ હાજર હતા. હાલમાં, સેના તરફથી વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. ,
આ તમામ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ક્રેશ થયેલું આ આર્મી હેલિકોપ્ટર MI શ્રેણીનું હતું. તેમાં બે એન્જિન છે. સ્થળ પર છ એમ્બ્યુલન્સ હાજર છે.

અકસ્માત બાદ ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. હાલ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જો કે કોને કોને બચાવવામાં આવ્યા છે તે અંગે હજુ વિગતો મળી નથી. ક્રેશ થવાના કારણો અંગે તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ખરાબ હવામાન અને વાદળોના કારણે હેલિકોપ્ટરના પાઇલોટ્સ સાચો અંદાજ ચૂકી ગયા અને આ દુર્ઘટના થઈ. હવે કોર્ટ ઓફ ઈન્કવાયરી થશે, તો જ ખબર પડશે કે આ દુર્ઘટના કયા કારણે થઈ.

જણાવી દઈએ કે આ તમામ લોકો એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ કાર્યક્રમ ઉટીના વેલિંગ્ટનમાં યોજાવાનો હતો. ત્યાં સીડીએસ જનરલ રાવત પ્રવચન આપવાના હતા. ઊટી એ વેલિંગ્ટનમાં સશસ્ત્ર દળોની કોલેજ છે. સીડીએસ અને તેમની પત્ની બ્રિગેડિયર રેન્કના અધિકારી સાથે હેલિકોપ્ટરમાં હતા જે સીડીએસના સ્ટાફ ઓફિસર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીડીએસ વહન કરતા એરક્રાફ્ટ અથવા હેલિકોપ્ટરને ઉડાડવા માટે એક ખાસ પ્રોટોકોલ છે.

Most Popular

To Top