વડોદરા : શહેર નજીક કરચીયા રોડ પર આવેલી રાજસ્થાન કોલોનીના મકાનમાં રહેતા તમિલનાડુની વેલ્લુર ગેંગને પીસીબીની ટીમે ઝડપી પાડી હતી. ટીમે ટોળકીના ચાર લોકો પાસેથી 9 લેપટોપ અને 25 મોબાઇલ સાથે 4.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ કાર્યવાહી માટે ટોળકીને જવાહરનગર પોલીસને સોંપી હતી. પીસીબીની ટીમના કર્મચારીઓને બાતમી મળી હતી કે કરચીયા રોડ પર આવેલી રાજસ્થાન કોલોનીમાં સુખદેવસિંગ રંધાવાના મકાનમાં ચારેક સાઉથ ઇન્ડિયનો ભાડે રહે છે.જેઓ વહેલી સવારે સ્કૂલ તથા લેપટોપ જેવી બેગો લઇને નીકળે છે. અને ત્રણ ચાર વાગ્યાની અરસામાં પરત આવે છે.
જેથી તેઓની હિલચાલ શંકાસ્પદ લાગી રહી છે. જેના આધારે પીસીબી પીઆઇ જે જે પટેલના સહિતના સ્ટાફે કરચીયાના રાજસ્થાન કોલોનીમાં રેઇડ કરતા ચાર શખ્સો ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી પોલીસને શંકાસ્પદ ઇસમો પાસેથી 25 મોબાઇલ, 9 લેપટોપ,6 છુટા સિમકાર્ડ મળી આવ્યા હતા. ટીમે ચાર શખ્સોની પૂછપરછ કરતા વહેલી સવારે મકાનનો નિશાન બનાવી તમામ મુદ્દામાલનો ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમની તપાસ હાથ ધરી હતી.આરોપી પાસેથી મોબાઇલ અને લેપટોપ મળી કુલ 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે ચારેય આરોપીઓને પીસીબીની ટીમે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
માહિતી મળતા કરચીયાથી તમિલનાડું ટોળકીને ઝડપી પાડી ઓપરેશન પાર પાડ્યું
અગાઉ દિવાળીના તહેવારમાં આવી ટોળકી દ્વારા ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખી સર્વેલન્સની ટીમ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે પુન: દિવાળી નજીક આવી રહી છે ત્યારે ટોળકી કરવા સક્રિય થશે. જેથી ટીમે દિશામાં કામગીરી કરી રહી હતી તે દરમિયાન જ માહિતી મળતા કરચીયાથી તમિલનાડું ટોળકીને ઝડપી પાડી ઓપરેશન પાર પાડ્યું છે.
– જે જે પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર પીસીબી
શહેરની હોટલમાં તથા અન્ય જગ્યાએ ભાડેથી રોકાઇને સાંજના સમયે રેકી હતા
પકડાયેલા આરોપીઓ કર્ણાટક તથા તમિલનાડુ જિલ્લાના વેલુર ખાતેથી ટ્રેનમાં બેસી વડોદરા આવતા છે અને શહેરની હોટલમાં તથા અન્ય જગ્યાએ ભાડેથી રોકાઇ છે. સાંજના સમયે આરોપીઓ સોસાયટી વિસ્તારો રેકી હતા અને ત્યારબાદ વહેલી સવારને મકાનોને નિશાન બનાવી ઘર મૂકેલા મોબાઇલો,લેપટોપ તથા રોકડ રકમની ચોરી કરતી હતી. ચોરી કરેલા મોબાઇલ તથા લેપટોપ તમિલનાડુ તથા કર્ણાટકમાં વેચી મારતા હતા.
PCBને ટીમે ધરપકડ કરી વધુ ગુના અટકાવ્યા
સાઉથ ઇન્ડિયન ટોળકી છેલ્લા પંદર દિવસથી શહેરમાં રહી વહેલી સવારે ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપતી હતી. દિવાળીના તહેવાર સુધી શહેરના રોકાઇને અલગ અલગ મકાનોમાં રેકી કરી ચોરી કરવાના હોવાનું જણાવ્યું હતું. પીસીબીને ટીમે ટોળકીની ધરપકડ કરી વધુ ગુના અટકાવ્યા છે.
પકડાયેલા કેટલાક આરોપીઓ
ધનરાજ ઇલ્લપન્ન બોયર (રહે, થોટ્ટાલમ અમ્બુર તાલુક, વિલ્લોર તમિલનાડુ)- રમેશ નાગરાજ વડેર (રહે, મનિઅમ્મા મંદિર પાસે ,ડોડેરી સિમોગા કર્ણાટક)- સંતોષ લક્ષ્મણ બોયર (રહે, 487 વિનયાગર, કગોવિલ સ્ટ્રીટ ઉદિયારાજા, વલ્લયમ અણ્બુર તાલુક,થોટ્ટાલમ વિલોર તમાલાનાડુ)
-ઉદયકુમાર મન્જાપાન બોયર રહે, 594 થોટ્ટાલમ, અમ્બર વિલોર તમીનલાડુ