Comments

વાત દક્ષિણ એશિયાની ત્રિપુટીની

દક્ષિણ એશિયાનાં ત્રણ મોટાં રાષ્ટ્રો તેમની આઝાદીની ૭૫ મી જયંતી મનાવવા જઇ રહ્યા છે ત્યારે તેઓ કયાં ઊભા છે તે જોવું જરૂરી બની રહે છે. આ ત્રણે રાષ્ટ્રો લોકશાહી છે અને કેટલાક સમયથી અસાધારણ કામમાંથી પસાર થઇ રહ્યા છે. પાકિસ્તાન છેલ્લાં તેર વર્ષથી લોકશાહી રહ્યું છે. લશ્કરી દરમ્યાનગીરીનો થોડો સમય બાદ કરતાં બાંગ્લાદેશ છેલ્લા ત્રણ દાયકાથી લોકશાહી દેશ રહ્યો છે. કટોકટી બંધારણીય હતી કે નહીં તે ખાસ ખબર નથી પણ ભારત આખો સમય લોકશાહી દેશ રહ્યો છે. પાકિસ્તાને  રાષ્ટ્રીય સુરક્ષાના તંત્ર તરીકે તબકકાવાર લશ્કરી શાસન દાખલ કર્યું છે. પાકિસ્તાન સંસદમાં વિરોધપક્ષની બહોળી હાજરી સાથે રાજકીય રીતે ખૂબ ટુકડાઓમાં વહેંચાયેલ રાજય છે. ભારત અને બાંગ્લા દેશના શાસક પક્ષો પૂરું વર્ચસ્વ ભોગવે છે.

South Asia has largest number of poor'

બાંગ્લા દેશના વડા પ્રધાનો વિરોધ પક્ષો પ્રત્યે નિર્દયી જણાયા છે. જયારે એક વર્ષ પછી આવનારી ચૂંટણી બતાવશે કે કોણ કયાં છે. વિપક્ષી નેતા ખાલેદા ઝિયાએ અપરાધી તરીકે કેટલોક સમય પસાર કર્યો અને આગામી ચૂંટણીઓમાં સ્પર્ધા કરી શકયા નહતા. શેખ હસીના છેલ્લાં બારેક વર્ષથી સત્તા પર છે. તેમના શાસન હેઠળ બાંગ્લા દેશે ભારત અને પાકિસ્તાન કરતાં સારી કામગીરી આર્થિક ક્ષેત્રે કરી બતાવી છે. બાંગ્લા દેશે વ્યકિત દીઠ એકંદર ઘરેલુ ઉત્પાદન ક્ષેત્રે ભારત કરતાં આગવું સ્થાન મેળવ્યું છે. બાંગ્લા દેશના એકંદર ઘરેલુ ઉત્પાદનમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો તાજેતરનાં વર્ષોમાં ૧૬%થી વધી ૨૦% થયો છે. ૨૦૧૪ થી ભારતે ૧૫% થી ૧૨% સુધીની પીછેહઠ કરી છે.

ઉત્પાદન ક્ષેત્ર મહત્ત્વનું છે કારણ કે તે અર્થતંત્રને છેડે ઘણાં લોકોને રોજગારી પૂરી પાડે છે. જયાં ઝાઝાં કૌશલ્યની જરૂર નથી. ખાસ કરીને કપડાં બનાવવાના ક્ષેત્રમાં બાંગ્લાદેશ નિપુણ છે અને તેમાં પુષ્કળ સ્ત્રીઓને રોજગારી મળે છે. ભારત આર્થિક રીતે માર્ગ ભૂલ્યું છે. ૨૦૧૪ થી આવું ખાસ બનતું આવ્યું છે. કામ કરતાં કે કામ શોધતાં લોકોના શ્રમિક બળની હિસ્સેદારી દક્ષિણ એશિયામાં સૌથી ઓછી ભારતની છે અને આ દર વિશ્વમાં એક સૌથી નીચો છે. છેલ્લાં કેટલાંક વર્ષથી આ પરિસ્થિતિ છે અને તેમાં સુધારો થવાના કોઇ સંકેત નથી. લોકો પાસે કામ ધંધો નથી.

Crowded, poor South Asia sees steady rise in coronavirus cases - World -  DAWN.COM

પાકિસ્તાને છેલ્લાં કેટલાંક વર્ષથી નીચી વૃદ્ધિ બતાવી છે પણ નજીકના ભવિષ્યમાં તેમાં ફેરફાર થવાની સંભાવના છે. પશ્ચિમ ચીન અને દક્ષિણ પાકિસ્તાનને જોડતા ચીન – પાકિસ્તાન માર્ગ પાછળ અબજો ડોલર ખર્ચવામાં આવે છે. રેલવે, સડક અને બંદરની સગવડથી ચીનને માલકકાની સામુદ્ર ધૂની થઇને જવા મજબૂર બન્યા વગર બલુચિસ્તાન બંદર મારફતે વિશ્વના બજારમાં જવાનો વિકલ્પ મળશે. અફઘાનીસ્તાન બંધિયાર થઇ જાય તે આ માર્ગ મધ્ય એશિયા અને પાકિસ્તાનને જોડશે અને પાકિસ્તાન વેપાર – ધંધાની ધરી બનશે. બીજી તરફ પાકિસ્તાન માથે અસહ્ય દેવું થવાનો પણ ભય સતાવે છે.

અલબત્ત, આ ત્રણે દેશો અત્યારે વાર્ષિક ૧૮૦૦ ડોલરના એકંદર ઘરેલુ ઉત્પાદનના મામલે ખાસ દૂર નથી. આ ૧૮૦૦ ડોલર એટલે મહિને ૧૧૦૦૦ રૂપિયા જે સામાન્યથી ઘણી ઓછી રકમ કહેવાય. આ અસમાનતા ત્રણે દેશોને સતાવે છે અને દક્ષિણ એશિયામાં અપ્રમાણસરની સંપત્તિ અને આવકનો હિસ્સો ટોચના ૫% ની ઉપર છે. ઉપખંડમાં ભારત સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. એશિયામાં બે સૌથી વધુ ધનાઢય લોકો ભારતીયો છે જયારે તેમનાં ૮૦ કરોડ (વસ્તીના ૬૦%) સાથી નાગરિકોએ દર મહિને છ કિલો અનાજ માટે કતારમાં ઉભા રહેવું પડે છે. આયુષ્ય મર્યાદા, શિક્ષણ અને આવકને ધ્યાનમાં રાખી સંયુકત રાષ્ટ્ર સંઘે માનવવિકાસ આંક તૈયાર કર્યો છે. તેમાં ભારતનો વિશ્વમાં ક્રમ ૧૩૩ મો છે. બાંગ્લા દેશ ૧૩૫ મા ક્રમે છે અને પાકિસ્તાનનો ક્રમ ૧૫૪ છે. અહીં ભારત ૨૦૧૪ થી એક ક્રમ પાછળ ગયું છે જયારે  બાંગ્લાદેશ છ ક્રમ આગળ છે. બાંગ્લાદેશ અને ભારતમાં જન્મ દર ૨ પર છે જેનો અર્થ એમ થાય કે બહુ ટૂંકા ગાળામાં આ રાષ્ટ્રોમાં વસ્તી વધવાની અટકી જશે.

બાંગ્લા દેશમાં બિનસરકારી સંગઠનોનું ક્ષેત્ર ખૂબ શકિતશાળી છે અને બાંગ્લાદેશનો માનવવિકાસ આંક સુધરવા પાછળ તે એક કારણ હોઇ શકે. બીજી તરફ પાકિસ્તાન અને ભારતે તેમનાં નાગિરક સેવા જૂથોને હેરાન કરવામાં પોતાની ખૂબ શકિત વાપરી છે અને તેનાં પરિણામ દેખાય છે. હજી બે દાયકા પહેલાં ભારત એક અગ્રણી રાષ્ટ્ર બની રહેવાનાં એંધાણ હતાં, પણ હવે કંઇ અલગ નથી લાગતું. ત્રણે દેશો અલગ પડે છે. ત્રણે દેશો અને તેમની સરકારમાં અને રાજકારણમાં કોમવાદ અજમાવી જોયો છે. ૧૯૮૦ ના દાયકામાં પાકિસ્તાનનો સમયગાળો સૌથી ખરાબ હતો, જયારે ભારત આજે ભારત લોકો કયાં પ્રાર્થના કરી શકે, શું ખાઇ શકે અને કોને પરણી ન શકે તે નકકી કરવાથી માંડીને અનેક ક્ષેત્રે લઘુમતીઓને નિશાન બનાવતા કાયદાઓ અને નીતિઓ અપનાવે છે.

દક્ષિણ એશિયા આગામી બે દાયકાઓમાં આ કેવી કામગીરી કરી શકે છે તેની બહારની દુનિયા પર અસર પડવાની સંભાવના છે. લાખ્ખો – કરોડો ગરીબ લોકોને મધ્યમ વર્ગમાં લાવવાનાં આ રાષ્ટ્રોના માર્ગ સ્વયં સંચાલન અને કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી બંધ થઇ રહ્યા છે. આ ત્રણે દેશો વચ્ચેના સંબંધો મોટે ભાગે શત્રુતાપૂર્ણ રહ્યા છે તેમાં સુધારો થાય તેવી પણ હું અપેક્ષા રાખું છું. આપણી આસપાસ જે ભૂ-રાજકીય ફેરફાર થઇ રહ્યા છે તે જોતાં આપણે ૧૯૪૭ થી જે રીતે રહેતા આવ્યા છીએ તે ચાલુ રહેવાની સંભાવના ભાગ્યે જ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top