અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) શાસન વચ્ચે ભારત (India)માં આતંકવાદી હુમલા (Terrorist attack)નું જોખમ પણ બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન ISISનું ખુરાસાન ગ્રુપ (ISIS-K) ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.
ISIS-K ભારતમાં હિન્દુ નેતાઓ અને મંદિરો (Hindu leaders and temples)ને નિશાન બનાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Pakistan)માં બેઠેલા આતંકવાદીઓ ISISના સંપર્કમાં છે. કાશ્મીર (Kashmir) અને કર્ણાટકમાંથી પકડાયેલા કેટલાક શકમંદોએ આ ઘટસ્ફોટ કર્યો છે. આ પછી ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે. તાલિબાને કહ્યું- ભારત સાથે સારા સંબંધો જોઈએ, કાશ્મીરમાં દખલ નહીં કરે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદાની કમર તોડી નાખી હતી, પરંતુ જલદી જ તેની લશ્કરી હાજરી દૂર થતાં અલકાયદાએ ફરી હિંમત બતાવવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય વાપસીના બીજા જ દિવસે, અલકાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરને આઝાદ કરવું જોઈએ. અલકાયદાએ કહ્યું, તેવી જ રીતે લેવન્ટ, સોમાલિયા, યમન, કાશ્મીરને આઝાદ કરવું જોઈએ.
ISIS-Kની વિરુદ્ધ અમેરિકાની મદદ તાલિબાન કરી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા બાદ ISIS-K વિચારી રહ્યું છે કે તેના સારા દિવસો આવ્યા છે. તો આ તેની સૌથી મોટી ભૂલ છે. અમેરિકાએ ભલે અફઘાનિસ્તાન છોડ્યું હોય. પણ તે આતંકીઓની વિરુદ્ધ અભિયાન ચાલુ રાખશે. આ વખતે અમેરિકા ISIS-K પર વાર કરશે. તેમા તેની મદદ તાલિબાન કરી શકે છે. પેંટાગન ટોપ અધિકારીઓનું માનવું છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત એટલે કે ISIS-K સામે લડવા માટે તાલિબાનના સહયોગ પર વિચાર કરી રહ્યું છે. જો બાઈડેન અને અશરફ ગની વચ્ચે 14 મિનિટ લાંબી વાતચીત થઈ હતી. જેમાં જો બાઈડને અફઘાનિસ્તાનને આપવામાં આવતી સૈન્ય મદદ અંગે ચર્ચા કરી હતી. આ સાથે બાઈડને અશરફ ગનીને કહ્યું હતું કે, તાલિબાનો સામે ચાલી રહેલી લડાઈ અંગે તેમણે વલણ બદલવાની જરૂર છે.
કારણકે અફઘાનિસ્તાન અને વિશ્વમાં આ છબી ખરાબ થઈ રહી છે. આ ફોન કોલ કર્યાના આશરે બે અઠવાડિયા બાદ ગનીએ કાબુલ છોડ્યુ હતું. 15 ઓગષ્ટ તાલિબાનોએ કાબુલના રાષ્ટ્રપતિ પેલેસ પર કબજો જમાવી લીધો હતો અને તેના 15 દિવસ બાદ અમેરિકાએ સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાનને છોડી દીધુ. આ સાથે 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો.