તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)માં તેમની ઇસ્લામિક અમીરાત સરકાર (govt)ની જાહેરાત કરી છે. નવી અફઘાન સરકારમાં હસન અખુંદ (hasan akhund)ને વડાપ્રધાન (PM) તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે, મુલ્લા અબ્દુલ ગની બરાદર નાયબ વડાપ્રધાન બન્યા છે.
તાલિબાનના પ્રવક્તાનું કહેવું છે કે સરજુદ્દીન હક્કાનીને કાર્યકારી ગૃહમંત્રી (home minister) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હકીકતમાં, તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ (kabul) પર કબજો કર્યો હતો. ત્યારથી સરકારને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. સંસ્થાના પ્રવક્તા સુહેલ શાહીને જણાવ્યું હતું કે અમે સરકારમાં દરેકનો સહકાર ઈચ્છીએ છીએ, તેથી જ મોડું થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવું માનવામાં આવતું હતું કે હવે સંસ્થા ગમે ત્યારે નવી સરકારની જાહેરાત કરી શકે છે.
મંગળવારે કાબુલના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન વિરોધી દેખાવો થઈ રહ્યા હતા. સ્થાનિક મીડિયા (local media) અનુસાર, તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં પ્રેસિડેન્શિયલ પેલેસ નજીક ગોળીબાર કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં વિરોધીઓ કૂચ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ પેલેસ પાસે કાબુલ સેરેના હોટલ છે, જ્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના વડા છેલ્લા એક સપ્તાહથી રોકાયા છે. જે પત્રકારો અને કેમેરામેનો મંગળવારના પ્રદર્શનનું કવરેજ કરી રહ્યા હતા તેઓની પણ તાલિબાનોએ ધરપકડ કરી છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા એક -બે દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ સતત પ્રદર્શન ચાલી રહ્યા હતા. અફઘાન નાગરિકો પંજશીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરી રહ્યા છે.
PAK એ પંજશીરમાં ડ્રોન હુમલો કર્યો!
મળતી માહિતી મુજબ પંજશીરમાં પાકિસ્તાની વાયુસેનાએ ઉત્તરી ગઠબંધનની જગ્યાઓ પર ડ્રોન હુમલા કર્યા, જેનો ફાયદો તાલિબાનને થયો. આ પછી પાકિસ્તાન પ્રત્યે અફઘાનિસ્તાનના નાગરિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલ, મઝાર-એ-શરીફમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદર્શન શરૂ થયું, ખાસ વાત એ છે કે આ પ્રદર્શનની મહિલાઓ ટોપ પરફોર્મર્સ છે. માત્ર અફઘાનિસ્તાન જ નહીં પણ વોશિંગ્ટનમાં રહેતા અફઘાન નાગરિકોએ પણ વ્હાઈટ હાઉસ સામે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને લોકોએ પાકિસ્તાન પર પ્રતિબંધની માંગ કરી હતી. મહત્વનું છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ચીફ ફૈઝ હમીદ છેલ્લા કેટલાક દિવસોથી કાબુલમાં છે. તે અહીં કાબુલમાં તાલિબાન-હક્કાની નેટવર્કનું સંકલન કરવા અને સરકાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવ્યા છે, જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.