World

પાકિસ્તાની સેના પર તાલિબાનનો હુમલો, સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે હવે તાલિબાન આતંકવાદીઓએ (Taliban Terrorist) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (CTD) પર હુમલો (Attack) કર્યો અને કેટલાક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના બન્નુ કેન્ટોનમેન્ટ સેન્ટર પર આ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ સીટીડીના એક ભાગને સંપૂર્ણપણે કબજે કરી લીધો હતો અને ત્યાંના કેટલાક સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. તાલિબાની આતંકવાદીઓએ કેટલાક વોન્ટેડ આતંકવાદીઓને મુક્ત પણ કર્યા હતા.

કેવી રીતે થયો હુમલો?
કેટલાક તાલિબાન આતંકવાદીઓ બન્નુ છાવણીના સીટીડી સ્ટેશન પહોંચ્યા અને અહીં પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. અહીં TPPના લગભગ 25 પ્રતિબંધિત આતંકવાદીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આતંકવાદીઓ પાસે ગન્સ, રાઈફલ જેવા આધુનિક હથિયારો પણ છે. આતંકવાદીઓએ સીટીડીનો એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેઓએ પાકિસ્તાનના 9 સૈનિકોને બંધક બનાવ્યા છે. આ પછી, પાકિસ્તાની સેનાના જવાનોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરવામાં આવીછે.

અફઘાનિસ્તાન જવાનો રસ્તો કરી આપવાની માંગ
તાલિબાન આતંકવાદીઓએ CTD તરફથી એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ સુબેદાર મેજર ખુર્શીદ અકરમની સાથે આઠ જવાનોને બંધક બનાવ્યા છે. તેમણે પ્રશાસનને અફઘાનિસ્તાન જવાનો રસ્તો કરી આપવાની માંગ કરી છે. આ માટે વહેલી તકે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. કેન્દ્રની તમામ ટેલિફોન લાઈનો ડિસ્કનેક્ટ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીના વિશેષ સહાયક બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફે જણાવ્યું કે આતંકવાદની શંકાના આધારે અટકાયતમાં લેવાયેલા કેટલાક શંકાસ્પદોએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ 25 પ્રતિબંધિત TPP આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, જ્યારે અહીં હુમલો થયો ત્યારે CTDમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ ઘટનાના થોડા કલાકો પહેલા આતંકવાદીઓએ દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના સરહદી વિસ્તાર લક્કી મારવતમાં એક પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો, જેમાં ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

Most Popular

To Top