Vadodara

ટુ વ્હીલરમાં લઈ જતા રૂ. 39 લાખ સાથે ફતેગંજ પોલીસે બે યુવકોને પકડયા

વડોદરા: સ્થાિનક સ્વરાજયની ચૂંટણી આડે હવે ગણતરીના િદવસો બાકી રહયા છે. તે પૂર્વ મતદારોને વિદેશી શરાબ અને નાણાંનું પ્રલોભન આપવાનું શરૂ થયું છે. ફતેગંજ પોલીસે ટુ વ્હીલરની ડેકીમાં રૂ. 39 લાખ લઈ પસાર થઈ રહેલા બે યુવકોને ઝડપી પાડયા છે.

આ રકમ કયાંથી લાવ્યા અને કયાં લઈ જવાની હતી એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તા. 28મી ના રોજ રવિવારે જલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓની ચૂંટણી માટે મતદાન થનાર છે. આજે શુક્રવારના રોજ ચૂંટણી પ્રચારનો આખરી ક્ષણે રીઝવવા માટે નાણાંની કોથળીઓ ખૂલ્લી મુકવામાં આવી છે અને વિદેશી શરાબની રેલમછેલ થતી હોય છે.

મોડીરાત્રે ફતેગંજ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવી રહયું હતું. ત્યારે ટુ વ્હીલર લઈ પસાર થઈ રહેલા બે યુવકોને ઉભા રાખીને ડેકીમાં તપાસ કરતા રૂિપયા 39 લાખ રોકડા મળી આવ્યા હતા.

આટલી મોટી રકમ રાખવા અંગે બંને યુવાનોને પુછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. ફતેગંજ પોલીસે રૂ. 39 લાખ જપ્ત કરી બંને  યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.

ફતેગંજ પોલીસ મથક દ્વારા પ્રાપ્ત િવગત અનુસાર રૂ. 39 લાખ સાથે ઝડપાયેલા બંને યુવકો પૈકી અંકલેશ જયંતિભાઈ પટેલ રહેવાસી, 199, મારૂતિધામ સોસાયટી, બાજવા અને આર્યન ધર્મેન્દ્રભાઈ પટેલ, રહેવાસી, બી-141, યોગીનગર ટાઉનશીપ રામાકાકાની ડેરી પાસે, છાણીના હોવાનું જણાવ્યું હતું.

મોડીરાત્ર રૂ. 39 લાખ પકડાતા આ રકમ જિલ્લા અને તાલુકા પંચાયત કે નગર પાિલકા ચૂંટણી માટે લઈ જવામાં આવતા હોવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે િદવસથી ગ્રામ્ય િવસ્તારોમાં કારમાં લઈ જવાતા િવદેશી શરાબનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો.

આર્યનના પિતાએ આંગડીયામાં મોકલવા આપ્યા હતા

39 લાખની રોકડ આંગડીયા દ્વારા પાટણ ખાતે રહેતી બહેનને ત્યાં મોકલાવતા હોવાની કબૂલાત નાણાંનો થેલો આપનાર આર્યનના પિતા ધર્મેન્દ્ર ભગવાનદાસ પટેલે (રહેવાસી, 141, યોગીનગર ટાઉનશીપ, રામાકાકાની ડેરી પાસે છાણી જકાતનાકા) પોલીસ સમક્ષ કરી હતી. અંકલેશ જયંતીભાઈ નાગરદાસ પટેલ મારૂતીધામ સોસાયટી છાણી, બાજવા રોડ, ધર્મેન્દ્રભાઈને મંજૂસર સ્થિત જીઆઈડીસીમાં ફેબ્રીકેશન સુપરવાઈઝર તરીકે ચાર વર્ષથી ફરજ બજાવે છે. વર્ષોથ વિશ્વાસુ સુપરવાઈઝરને આટલી જંગી રોકડ રક સાથે ન્યાયમંિદર નજીક આંગડીયા પેઢીમાં આપવા પુત્ર આર્યન સાથે રવાના કર્યો હતો.

વેપારીએ આટલી મોટી રકમ સુપરવાઈઝરના હાથે કેમ મોકલી?

ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા ધર્મેન્દ્રભાઈ પાસે આટલી મોટી રકમ આવી કયાંથી? બહેનને મોકલવાની હતી કે અન્ય કોઈને હાથો હાથ પહોંચાડવાની હતી? સુપરવાઈઝરના ભરોસે ચૂંટણી માહોલમાં આટલી મોટી રકમ વેપારીએ કેમ મોકલાવી ? જાતે કેમ ના ગયા ? જેવા અનેક મુદ્દાઓ પર હાલ તો પોલીસ તપાસ ચલાવી રહી છે ઈન્કમટેક્ષ િવભાગને પણ પોલીસે જાણ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top