Business

લો, કર લો બાત! આ સૂરતીઓના ઘરમાં TV રાખ્યા જ નથી!

દુનિયામાં માણસ પોતાના મનોરંજન માટે નીત-નવા નુસ્ખા અપનાવતાં જ હોય કે જેમ કે ફિલ્મ જોવી, વાંચન કરવું કે પછી કે કોઇ નાટક જોવું હાસ્ય જોકસ વાંચવા કે પછી પોતાની ઇચ્છા પ્રમાણે જોર જોરથી હસવું વગેરે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે પોતાના મનોરંજન માટે ઘરમાં શાંતિથી બેસવું કે પછી પોતાના પરિવાર સાથે સમય કાઢીને પોતાનો ટાઇમ પાસ કરી લેતા હોય છે. આજકાલ બાળકોનું, બાળકો શું કામ પરંતુ નાના-મોટા દરેક જેના વગર ચાલતું જ નથી એવું મનોરંજન પુંરુ પાડનાર ટી.વી.જ ઘરમાં ન વસાવ્યું હોય એવા વ્યકિત પાસેથી  જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ મનોંરજન માટે શું કરે છે.

ટી.વીમાં મેચ જોવાની ઇચ્છા થાય તો હું મારા ભાઇના ઘરે ટી.વી. જોવા જતો રહું છું: સુરેશ વાઘેલા
સુરેશભાઇ વાઘેલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મારા ઘરે છેલ્લા સાત વર્ષથી ટી.વી. નથી. ટી.વી. બગડી ગયું હતું જેના કારણે આજદિન સુધી નવી ટી.વી વસાવ્યું નથી. મારા પરિવારમાં અમે બે એકલા જ છે મારા મરેજ ને 25 વર્ષ થયા છે. અને અમે બંને  સર્વિસ કરીએ છે જેના કારણે ટી.વી. જોવાનો ટાઇમ પણ મળતો નથી સર્વિસ પરથી આવ્યા બાદ હું મારા મનોરંજન માટે હારમોનિયમ વગાડી લઉં છું મને ગાવાનો શોખ છે તો બે-ત્રણ ભજન કયાં તો ગીત ગાઇ લઉં છું અને ક્યારેક ટી.વીમાં મેચ જોનાની ઇચ્છા થાય તો હું મારા ભાઇના ઘરે ટી.વી. જોવા જતો રહું છું, કયારેક મોબાઇલમાં ગેમ રમી લઉં છું અને કયારેક કોઇ મહત્વના સમાચાર જોવા હોય તો મોબાઇલ કે પછી પડોશીને ત્યાં જઇને જોઉ  આવું છું. નવી ટી.વી. ખરીદીને રૂપિયાનો બગાડ કરવામાં હું માનતો નથી.

ઘરમાં ટી.વી.ન હોવાને કારણે વાંચનનો શોખ જાગ્યો છે: હાશીમ જાનુહસન
21 વર્ષીય હાશીમે વાતચીત દરમ્યાન જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી મારા ઘરમાં ટી.વી. નથી મારા મમ્મી નું કહેવું છે જો ઘરમાં ટી.વી. હોય તો આપણો ટાઇમ વેસ્ટ થાય છે અને ઘરના મહત્વના કામો થતાં નથી જેના કારણે મમ્મીએ ઘરમાં ટી.વી. વસાવ્યું નથી. મમ્મી પોતાનો ફ્રી ટાઇમમાં ભાઇઓને ભણાવતા હતાં. ઘરમાં ટી.વી.ન હોવાને કારણે મને રીંડીગ નો શોખ લાગ્યો છે હાલમાં હું ઇગ્લીંશ તેમજ ગુજરાતી નોવેલ અને અખબાર વાચું છું. આ ઉપરાંત હુ અને મારા ભાઇઓ સ્વિમીંગ. ક્રિક્રેટ,વોલીબોલ,ટેબલટેનિસ મનોરંજન માટે રમતા હતાં.છેલ્લા આઠ વર્ષથી નવા ધરમાં ટી.વી. જ નથી વસાવ્યું. હા કયારેક IPL મેચ જોવા માટે કઝીનને ત્યાં અમે જતાં હતાં.

મનોરંજન માટે હું મોબાઇલ પર ગીત સાંભળી લઉં છું: અનિતાબેન વર્દીવાલા
બીઝનેસ વુમન અનિતાબેન વર્દીવાલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મારા લગ્નના 23 વર્ષ થઇ ગયા છે.મને બે પુત્ર છે છેલ્લા દસ વર્ષથી ઘરમાં ટી.વી નથી વસાવ્યું, કારણ કે મારા પુત્રો ને ટી.વી. જોવાની  આદત પડી ગઇ હતી, જેના કારણે તેની અસર ભણવા પર થતી હતી.જેથી આજથી દસ વર્ષ પહેલા ઘરમાં જે ટી.વી હતું તે મારા ભાઇને આપી દીધું હતું જો કે હવે મારા બંને પુત્રો મોટા થઇ ગયા છે તે વારંવાર ટી.વી. લેવા માટે જીદ છે. છતાં અમે પણ ટી.વી. લેતા નથી. મનોરંજન માટે હુ મોબાઇલ પર ગીત સાંભળી લઉં છું જયારે અન્ય પરિવારના સભ્યો મોબાઇલ એપ પર પોતાના મનપસંદ જે પ્રોગામ જોવા હોય તે જોઇ લે છે. મોબાઇલ પર પ્રોગામ જોવાની મજા ટી.વી. જેવી તો આવતી જ નથી છતાં પણ મોબાઇલ એપ પર ટી.વી જોઇને સંતોષ માને છે.

ઘરમાં ટી.વી. ન હોવાને કારણે પરિવારના સભ્યો સાથે ટાઇમ પસાર કરીએ છે: પીંકીબેન જરીવાલા
પીંકીબેન જરીવાલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મારા લગ્નને ર5 વર્ષ થયાં છે. મારા ઘરમાં છેલ્લા 15 વર્ષમાં ટી.વી. નથી કારણ કે ટી.વી. ને કારણે પરિવાર સાથે ટાઇમ વીતાવતા નહોતા. જ્યારે મારા બે સંતાનો પાંચ વર્ષના હતાં ત્યારે ટી.વી.માં કાર્ટુન વધારે જોતા હતાં, જેના કારણે ટી.વી. વેચી નાંખ્યુ હતું. હવે છોકરાઓ મોટા થઇ ગયા છે. ટી.વી. ઘરમાં નહોતું એટલે મારા બાળકો સારી રીતે ભણ્યા.મારો પુત્ર મનોરંજન માટે ક્રિક્રેટ અને વોલીબોલ રમતો હતો. આજે મારો પુત્ર સ્ટેટ લેવલે વોલીબોલ રમે છે જયારે મારી દિકરી કોમ્પ્યુટર ઇંજીનિયર બની ને ઇન્ટરનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરે છે.દિકરી પોતના મનોરંજન માટે કોમ્પ્યુટર પર એપ બનાવીને સમય પસાર કરતી હતી.અને મારો દીકરો બેગ્લોરમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે. હુ પણ જોબ કરું છુ એટલે ટી.વી. જોવાનો સમય મળતો નથી હાલમાં ઘરમાં ટી.વી. લેવાનો કોઇ પ્લાન નથી. હા પણ ટી.વી. ન હોવાને કારણે મારા પરિવારના સભ્યો સાથે બેસી વાતચીત તેમજ મજાક મસ્તી કરી ટાઇમ પસાર કરીએ છે.

Most Popular

To Top