નવી દિલ્હી : આઇઆરસીટીસીએ એ બાબતે ચિંતા ઉપાડી છે કે તેજસ એક્સપ્રેસ (Tejas Express) અને ટૂંક સમયમાં શરૂ થનાર વંદે ભારત ટ્રેન (Vande Bharat) વચ્ચે મુસાફરોને ખેંચી જવાનો સંઘર્ષ સર્જાઇ શકે છે જે બંને ટ્રેનો (Train) મુંબઇ (Mumbai) અને અમદાવાદ (Ahmedbad) વચ્ચે એક રૂટ પર એક જ સમયે દોડનાર છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.આઇઆરસીટીસીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લખેલા બે પત્રોમાં જણાવ્યું છે કે સમયની અથડામણ એ તેજસ એક્સપ્રેસ શરૂ કરવાના મૂળ હેતુને જ મારી નાખશે જે રેલવેની પ્રિમિયમ કોર્પોરેટ ટ્રેન છે.
ભારત એક્સપ્રેસ શરૂ કરવાથી તેજસ એક્સપ્રેસને વિપરીત અસર થઇ શકે છે
આ બાબતે રેલવેમાંથી કોઇ ટિપ્પણી કરવા ઉપલબ્ધ ન હતું ત્યારે આઇઆરસીટીસીએ રેલવે બોર્ડને જણાવ્યું છે કે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાથી તેજસ એક્સપ્રેસને વિપરીત અસર થઇ શકે છે જે એ જ રૂટ પર દોડી રહી છે. તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૬.૪૦ કલાકે ઉપડે છે અને મુંબઇ બપોરે ૧.૦પ કલાકે પહોંચે છે.
મુંબઇથી બપોરે ૩.૪૫ કલાકે રવાના થાય છે
બીજી દિશામાં તે મુંબઇથી બપોરે ૩.૪૫ કલાકે રવાના થાય છે અને અમદાવાદ રાત્રે ૧૦.૧૦ કલાકે પહોંચે છે. નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેનનો સૂચિત સમય અમદાવાદથી સવારે ૭.૨૫ કલાકે રવાના થવાનો અને મુંબઇ બપોરે ૧.૩૦ કલાકે પહોંચવાનો તથા મુંબઇથી બપોરે ૨.૪૦ કલાકે ઉપડવાનો અને અમદાવાદ રાત્રે ૯.૦પ કલાકે પહોંચવાનો રાખવામા આવ્યો છે.આઇઆરસીટીસીએ રેલવે બોર્ડને જણાવ્યું છે કે તેજસ એક્સપ્રેસ આમ પણ આ રૂટ પર ઓછા ભાડાની એસી ડબલડેકર ટ્રેન અને લોકપ્રિય કર્ણાવતી એક્સપ્રેસની હરિફાઇનો સામનો કરી જ રહી છે ત્યારે વંદે ભારત આ જ સમયે દોડાવવાથી તેજસને વધુ નુકસાન થશે.