National

UP: તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પ્રવાસીઓમાં ભયનો માહોલ

આ સમયના મોટા સમાચાર યુપીના આગ્રાથી સામે આવી રહ્યા છે. આગ્રાના તાજમહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.

https://twitter.com/ANI/status/1863886063607120001

ધમકી બાદ તાજમહેલની અંદર અને બહારના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સીઆઈએસએફની ટીમે તાજમહેલની અંદર તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ધમકીભર્યા ઈમેલમાં બોમ્બ ફૂટવાનો સમય પણ આપવામાં આવ્યો હતો. કહેવાયું હતું કે તાજમહેલમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. આ બોમ્બ સવારે 9 વાગે ફૂટશે. આ ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાજમહેલ પાસે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે અને મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય ટીમો તાજમહેલ પહોંચીને તપાસ શરૂ કરી છે. આ મામલો સામે આવ્યા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે બોમ્બની ધમકીનો આ સિલસિલો ક્યારે સમાપ્ત થશે? આ સમાચાર બાદ પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વધારો થઈ રહ્યો છે. જો કે આમાંની મોટાભાગની ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે અને તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

Most Popular

To Top