વડોદરા: ટાગોર નગર સોસાયટી ખાતે આવેલ પાલિકાની માલિકીનો કોમ્યુનિટી હોલ પણ કબ્જે લેવામાં પાલિકા ઠાગાઠૈયા કરી રહ્યું છે. હજુ સુધી ફાઈલ અધિકારીના ટેબલ ઉપર પડી છે. ત્યારે પાલિકા પોતાની જ મિલ્કતને પરત લેવામાં કેમ વિલંબ કરી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ટાગોર નગર સોસાયટીમાં ટી.પી.૧૫ અંતિમ ખંડ નં ૨૧ જે વડોદરા મહાનગર પાલિકાનો માલિકીનો વાણીજ્ય વેચાણ માટેના અનામત પ્લોટમાં આશરે 25000 ચો.ફુટ જમીનમાં સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી દ્વારા ગેરકાયદેસર રીતે કોમ્યુનિટી હોલ બનાવી તેમજ બાકીનો ખુલ્લો પ્લોટ મા વષોઁઁથી દબાણ કરીને કોમ્યુનિટી હોલ તથા ખુલ્લા પ્લોટને ભાડેથી આપી અને ૨૫ વષૅથી મોટો ભષ્ટાચાર કરી રહ્યા છે.
આ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓને વારંવાર જણાવવા છતા એક પણ નોટીસ બજાવવામાં આવેલ નથી અને ટાગોર નગર સોસાયટીમાં સ્થળ પર જઈ અને પ્રમુખ, મંત્રી, સહ મંત્રી સાથે ખાનગીમાં બેઠક કરી હોવાની ચર્ચા છે. ખરેખર તો વડોદરા મહાનગર પાલિકાના જે અધિકારીઓની ફરજમા આવે છે.તે અધિકારીઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક ન બજાવતાં હોવાની ચર્ચા છે. અને મહાનગર પાલિકાની રેવન્યુમા મોટુ નુકસાન પહોચાડી રહ્યા છે. મહાનગર પાલિકા પોતાની માલિકીના ખુલ્લા પ્લોટો તથા અતિથિ ગૃહો જનતા ને ભાડેથી આપે છે.
અને કામની કરે છે તો આપલોટ પણ કમાણીનું જ સાધન છે. જવાબદાર અધિકારીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૩ હેઠળ ગુનો નોંધવો જોઈએ એમ પણ ચર્ચા ચાલી રહી છે. કેમકે પબ્લિક સવૅન્ટ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના અથવા અન્ય વ્યક્તિ માટે નાણાકીય લાભ મેળવે તેના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૩ હેઠળ કાયૅવાહી કરવામાં આવે છે. પરંતુ ટાગોર નગર સોસાયટીમાં અધિકારીઓ સામે કોઈ કાયૅવાહી કરવામાં આવેલ નથી .ટાગોર નગર સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી પણ કાયૅવાહી કરવામા આવે તેવી માંગ છે.