ભારત સામે પાકિસ્તાનની જીત થતાં ફટાકડા ફોડનારા તડકેશ્વર ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ યુસુફ ગંગાતને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માંડવી-કીમ રોડ પર આવેલા તડકેશ્વર ગામે રહેતા યુસુફ ઐયુબ ગંગાત તાલુકામાં ભાજપ પક્ષમાંથી લઘુમતી મોરચાના પ્રમુખ પદનો હોદ્દો ધરાવે છે.
તા.24 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટ્વેન્ટી વર્લ્ડકપમાં પાકિસ્તાનની જીત થતાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. જે ભારત દેશની ક્રિકેટ ટીંમ વિરુદ્ધ કૃત્ય કરવા જેવી બાબત હોવાનું ધ્યાને લેવાતાં ભાજપના તાલુકા પ્રમુખ બળવંત પટેલ (દિનેશભાઈ)એ સુરત જિલ્લાના મોવડીમંડળ સાથે પરામર્શ કરી
યુસુફ ગંગાતને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા હતા.