Entertainment

‘તારક મહેતા’ ફેઈમ સોઢી આખરે ઘરે પરત ફર્યો, આ કારણે છોડ્યુ હતું ઘર

નવી દિલ્હી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Tarak Mehta Ka Ulta Chashma) સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ (Gurucharan Singh) 25 દિવસ બાદ 18 મે ના રોજ આખરે ઘરે પરત ફર્યા હતા. સબ ટીવીના (Sub TV) શોમાં સોઢીનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલા એક્ટર 25 દિવસથી ક્યાક ચાલ્યા ગયા હતા, જેની માહિતી તેમના સબંધી પાસે પણ ન હતી. ગુરુચારણ સિંહ આખરે ધરે પરત ફરતા તેમના ચાહકો અને પરિવારને રાહત થઇ હતી.

અગાવ 26 એપ્રિલના રોજ ગુરુચરણ પોતાના ઘરેથી કોઇને જાણ કર્યા વિના ગુમ થઇ ગયા હતા, ગુરુચરણના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની એફઆઈઆર પણ નોંધાવી હતી, પરંતુ હવે ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ ગુરુચરણ પોતે ઘરે પરત ફર્યા છે. દિલ્હી પોલીસે સોઢીની પરત ફરતા જ તેમની પૂછપરછ કરી હતી અને તેમના ગુમ થવાનું કારણ પણ જણાવ્યું હતું.

દિલ્હી પોલીસે ગુરચરણ સિંહની પૂછપરછ કરી
ગુરુચરણ સિંહના પરત આવ્યા બાદ દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી હતી. પોલીસે કોર્ટમાં તેમનું નિવેદન નોંધ્યાવ્યું હતું. આ દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો કે તેઓ ધાર્મિક યાત્રા પર ગયા હતા. તેઓ સામાજીક બાબતોથી કંટાળી ગયા હતા, તેથી તેઓ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા હતા. આ 25 દિવસો દરમિયાન તેઓ થોડો સમય અમૃતસર અને બાદમાં લુધિયાણામાં રહ્યા હતા. સોઢી ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં પણ રોકાયા હતા, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે હવે તેમને ઘરે પાછા ફરવું જોઈએ, ત્યારે તેઓ પાછા આવ્યા.

શું છે સમગ્ર મામલો?
ગુરુચરણ ચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યા હતા, પરંતુ 26 એપ્રિલે જાણવા મળ્યું હતું કે તેઓ શહેરમાં પહોંચ્યા ન હતા. અભિનેતા દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો, પરંતુ તે પછી તે ક્યાં ગાયબ થઈ ગયો તે કોઈએ જોયું નહીં. આ પછી તેના પિતાએ પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી, જે બાદ ઘણી નવી કડીઓ મળી હતી. પરંતુ આ પછી પણ અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું ન હતું.

ગુરુચરણે પોતાના ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા
ગુરુચરણના ગુમ થયાના 25 દિવસ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતા લગ્ન કરવાના હતા અને તે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમણે કેટલાક પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડ્યા હતા. તેમજ એટીએમમાંથી પૈસા ઉપાડવાના ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમણે પોતાના બેંક ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હતા.

Most Popular

To Top