Sports

T-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત, જેસન રોય આઉટ, ફિલ સોલ્ટ ઇન

લંડન : ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની (Team) જાહેરાત કરી દીધી છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમનું સુકાન જોસ બટલરને સોંપાયું છે. આ વર્ષે ઈયોન મોર્ગનની નિવૃત્તિ બાદ વિકેટકીપર બેટ્સમેન બટલરને ટીમની કપ્તાની મળી હતી. ઈજાના કારણે કેટલાક સમયથી ટીમની બહાર ઝડપી બોલર માર્ક વુડ અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ આ ટૂર્નામેન્ટ માટે ટીમમાં પાછા ફર્યા છે.

ઈંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની ટીમમાં ઓપનર જેસન રોયને સામેલ કર્યો નથી. તેના સ્થાને ફિલ સોલ્ટની ઓપનર તરીકે પસંદગી થઇ છે. ઇંગ્લેન્ડે ત્રણ રિઝર્વ ખેલાડી તરીકે ટાઇમલ મિલ્સ, લિયામ ડોસન અને રિચર્ડ ગ્લેસનને સામેલ કર્યા છે.
ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ટીમમાં વાપસી થઈ છે. સ્ટોક્સે ગયા વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ માટે છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ : જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેયરસ્ટો, હેરી બ્રુક, સેમ કરેન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

પાકિસ્તાન પ્રવાસ માટેની ઇંગ્લેન્ડની ટીમમાં 5 અનકેપ્ડ ખેલાડીઓની પસંદગી
લંડન : ટી-20 વર્લ્ડકપ માટેની ટીમની સાથે જ પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 2005 બાદ પ્રથમ વખત ઇંગ્લિશ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે 5 અનકેપ્ડ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત ક્રિસ જોર્ડન અને લિયામ લિવિંગસ્ટોન વર્લ્ડ કપની ટીમમાં છે, પરંતુ તેમને પાકિસ્તાનના પ્રવાસમાં સ્થાન મળ્યું નથી.

પાકિસ્તાન પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટીમ : જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, સેમ કરેન, બેન ડકેટ, લિયામ ડોસન, રિચર્ડ ગ્લેસન, ટોમ હેલ્મ, વિલ જેક, ડેવિડ મલાન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, ઓલી સ્ટોન, રીસ ટોપલી ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લ્યુક વુડ, માર્ક વુડ.

Most Popular

To Top