Sports

શ્રીલંકાને હરાવી ઈંગ્લેન્ડ વટભેર સેમિફાઈનલમાં પહોંચ્યું, ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આઉટ

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં(T20worldcup2022) ગ્રુપ-1 નક્કી થઈ ગયું છે, શનિવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે (England) શ્રીલંકાને (Shirlanka) 4 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે વર્તમાન ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ઈંગ્લેન્ડે ગ્રુપ 1માંથી સેમિફાઈનલ (SemiFinal) માટે ક્વોલિફાઈ કરી લીધું છે.

ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા અને બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલની બંને ટીમો પહેલા ગ્રુપમાંથી નક્કી થઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાન મેળવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

આ મેચમાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સની 42 રનની મેચ વિનિંગ ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. ઇનિંગ્સની મિડલ ઓવર્સમાં વારંવાર ઈંગ્લેન્ડની વિકટો પડી રહી હોય એક તબક્કે એવું લાગતું હતું કે શ્રીલંકા મેચ જીતી જશે, પરંતુ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એક છેડો સાચવી રાખ્યો હતો અને છેલ્લી ઓવરમાં પોતાની ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા. ટીમ વતી ઓપનર પથુમ નિસાન્કાએ 67 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેમજ છેલ્લી ઓવરોમાં ભાનુકા રાજપક્ષે પણ 22 રનની સારી ઇનિંગ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે શ્રીલંકા મોટા સ્કોર સુધી જઈ શકે છે, પરંતુ મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં શ્રીલંકા 20 ઓવરમાં 141 રન જ બનાવી શકી હતી.

ગ્રુપ 1 માંથી સેમી ફાઇનલમાં પહોંચેલી ટીમો

  • ન્યુઝીલેન્ડ – 5 મેચ, 3 જીત, 1 હાર, 1 પરિણામ, 7 પોઈન્ટ, +2.113 નેટ રન રેટ
  • ઈંગ્લેન્ડ – 5 મેચ, 3 જીત, 1 હાર, 1 પરિણામ, 7 પોઈન્ટ, +0.473 નેટ રન રેટ

સેમીફાઈનલમાં કોની મેચ?

  • સેમિ-ફાઇનલ 1- ન્યુઝીલેન્ડ વિ ગ્રૂપ-2 નંબર 2 ટીમ (9 નવેમ્બર, સિડની)
  • સેમિ-ફાઇનલ 2- ગ્રુપ-2 ટોપર ટીમ વિરુદ્ધ ઇંગ્લેન્ડ (10 નવેમ્બર, એડિલેડ)

Most Popular

To Top