Sports

T-20 વર્લ્ડ કપમાં બીજો મોટો અપસેટ, અફઘાનિસ્તાને ન્યુઝિલેન્ડને હરાવ્યું

ગુયાના: આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2024માં (ICC T20 WorldCup 2024) નવીસવી અમેરિકાની (America) ટીમે પાકિસ્તાનને (Pakistan) હરાવી મોટો અપસેટ સર્જયો હતો. ક્રિકેટ (Cricekt) ચાહકો પાકિસ્તાનની હારને પચાવી શક્યા નથી ત્યાં તો ટી-20 વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ સર્જાયો છે. ન્યુઝિલેન્ડની (NewZealand) ટીમ તેનાથી નબળી અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમ સામે શરમજનક રીતે હારી ગઈ છે.

અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યુઝીલેન્ડને હરાવી દીધું. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 8મી જૂને રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર અને શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાને 84 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની આ પ્રથમ જીત છે.

અફઘાનિસ્તાને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલી વખત ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. બીજી તરફ ટી-20 વર્લ્ડ કપ મેચોમાં રનના મામલે ન્યુઝીલેન્ડની આ સૌથી મોટી હાર છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા રમતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ મેચમાં અફઘાનિસ્તાનની જીતનો હીરો રહેમાનુલ્લાહ ગુરબાઝ હતો, જેણે 56 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઈબ્રાહિમ ઝદરાને પણ 44 રન બનાવ્યા હતા.

જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બોલિંગ કરતી હતી ત્યારે ફઝલહક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને તબાહી મચાવી હતી. બંનેએ 4-4 વિકેટ લીધી હતી. ફઝલહક ફારૂકી અફઘાનિસ્તાનનો પ્રથમ બોલર છે જેણે સતત T20 કપ મેચોમાં 4+ વિકેટ લીધી છે.

સુપર ઓવરમાં અમેરિકા સામે પાકિસ્તાન હાર્યું
આ અગાઉ તા. 6 જૂનના રોજ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને પાકિસ્તાન (પાકિસ્તાન) વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચને લઈને એવું માનવામાં આવતું હતું કે બાબર આઝમ એન્ડ કંપની તેને આસાનીથી જીતી લેશે, પરંતુ અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું. સુપર ઓવરમાં અમેરિકાએ શાનદાર જીત નોંધાવી હતી.

બંને ટીમો વચ્ચે 6 જૂને ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમ, ડલાસમાં રમાયેલી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યાર બાદ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. જ્યાં અમેરિકાની નવી બનેલી ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને સ્તબ્ધ કરી દીધા હતા. ડલાસમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટે 159 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં યુએસએએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ વિકેટે 159 રન બનાવીને મેચ ટાઈ કરી હતી. આ પછી મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં યુએસએ એક વિકેટના નુકસાન પર 18 રન બનાવ્યા અને પાકિસ્તાન એક વિકેટના નુકસાન પર માત્ર 13 રન બનાવી શક્યું.

Most Popular

To Top