કપરા કોરોનાકાળ પછી મનોરોગીઓમાં માનસિક બીમારીઓનાં અપલક્ષણો અને તેના કારણો ખૂબ જ વધી જવાનાં અનેકો કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને /અથવા માનસિક રોગોથી પીડિતો નરી આંખે પણ ભદ્ર સમાજમાં સ્પષ્ટ રીતે દેખાય આવતા હોય છે!ખેર, આવા અસર પામેલા ભોગગ્રસ્તોને વારંવાર નકારાત્મક અને આત્મઘાતી તાપી કૂવો કરવાના કુવિચારો આવતા છે યા ઘણી વાર ખૂબ જ ઊંઘ આવે અથવા ઊંઘ સાવ ઉડી જાય, વારંવાર જાગી જવાય, બેચેની લાગે, એકલતા લાગે. આ બીમારી થવાનાં કારણોમાં ઘણી વાર વારસાગત પણ હોઈ શકે.
એટલે કે માતા કે પિતા બંનેમાંથી કોઈ એકને આવી કથિત અને સંભવત બીમારી હોય તો પણ તે કદાચ થઈ શકે.! અલબત,કહેવાતી માનસિક બિમારીના અપલક્ષણોમાં…! માનસિક વિકૃતિ કે વર્તનજન્ય વિચારને વિચારોમાં ખેલેલ, મૂડ, અથવા વર્તન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક માન્યતાઓ અને ધોરણોથી બહાર રાખવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તકલીફ અને વ્યક્તિગત બાબતો સાથે તેના મૂળ અપલક્ષણો સંકળાયેલા જોવા મળે છે અને કોરોના કાળ પછી વધુ દેખાય આવે છે! તે વાસ્તે એવા માનસિક મનોરોગીઓનો ઉપચાર, નિદાન વિગેરે., અસ્થિર મગજનાં અને ગાંડા દર્દીઓનો ઈલાજ અને ઉપાય કરનારા જાણકાર મનોચિકિત્સોનું કાઉન્સેલિંગ પણ સાંપ્રત સમસ્યા જોતા ખૂબ જ જરૂરી રહેલ છે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગૂગલ મેપ તમને ખોટા રસ્તે ય ચડાવી શકે
સમાચાર એવા છે કે ગૂગલ મેપના ભરોસે કાર ચલાવી રહેલા બે ડોકટરોનું નદીમાં ડૂબી જવાથી મૃત્યું થયું. કોચીના ગોધુરુથમાં બનેલો આ બનાવ કહે છે કે ટેકનોલોજી પર આંધળો ભરોસો ન કરો. ગૂગલ મેપના કારણે ખોટા રસ્તે ચડી જવાના બનાવો અનેકવાર બને છે અને એકવાર ખોટા રસ્તે ચડયા પછી ગૂગલ મેપ નવા નવા રસ્તા ચીંધવતું રહે છે. પેલા ડોકટરોની ભૂલ થવામાં બીજું પણ કારણ હતું કે તેઓ નદીના પાણીને નદીનું જ પાણી છે એમ સજવાના બદલે વરસાદના પાણી રસ્તા પર ભરાયા હશે એવું સમજયા કારણ કે ગૂગલ તો તેમને એજ રસ્તો બતાવતું હતું.
વાત એજ છે કે ગૂગલ મેપ હંમેશા માર્ગદર્શક જ પૂરવાર થાય એવું હોતું નથી. વળી તેમાં જે સૂચન આપતો અવાજ હોય છે તેના ઇંગ્લિશ ઉચ્ચારણ પણ દરેક વખતે સમજાય એવા હોતા નથી. જો કે ભારતીય ઉચ્ચારણ અપનાવાશે તો પણ ગરબડ થશે કારણ કે રેલવે પર ખોટુ હિન્દી સાંભળતા જ હોઇએ છીએ. ગૂગલ મેપ બહુ ઉપયોગી છે પણ કયારેક મુસીબત કરે છે.
સુરત – હરેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.