અયોગ્ય જીવનશૈલી અપનાવીને માનવીને પોતાના નિરોગી શરીર (અને મનને પણ!) રોગગ્રસ્ત બનાવવાનો કોઈ અધિકાર નથી, છતાં પણ ઘણાં લોકો બદલાયેલી નકલી જીવનશૈલીનો ભોગ બનતાં જોવા મળે છે. કુદરતના ક્રમાનુસાર વય વધતાં વાળ સફેદ થવાની હકીકતનો સ્વીકાર કરવો જરૂરી છે. આધુનિક સમયમાં નકલી સૌંદર્યની ‘‘ઘેલછા’’ વધી રહી છે. બદામ ખાવાથી જેટલી અક્કલ આવે છે એના કરતાં વધારે અક્કલ અનુભવની ઠોકરો ખાવાથી આવતી હોય છે. હેરડાઈ કરવાથી મગજના કોષો (ન્યૂરોન્સ)ને નુકસાન પહોંચે છે. મગજમાં રહેલી નસો દ્વારા લોહીમાં ભળીને હેરડાઈમાં રહેલાં ઝેરી તત્ત્વો મગજ તથા શરીરના અવયવોને નુકસાન પહોંચાડે છે અને ટોકસ્તમિયા થાય છે.
હેરડાઈ નર્વસિસ્ટમને ખૂબ હાનિ કરે છે. સમયાંતરે યાદશક્તિ ઓછી થવાથી અલ્ઝાઈમર જેવો રોગ થઈ શકે છે. આંખ, ચામડી તથા આંતરિક અવયવોને નુકસાન થાય છે. મગજ નથી તો કાંઈ નથી. તેથી મગજના કોષોને બચાવવા હેરડાઈથી દૂર રહીએ. નકલી યુવાની અને પર્સનાલીટીના લીરેલીરા ઊડી જાય છે. કુદરતી બનીએ, પશુપક્ષીઓ પાસેથી થોડું શીખીએ. મોરને મેઈક અપ કરવો પડતો નથી. આપણે છેલ્લાં 25-30 વર્ષમાં કેટલા બધા નકલી (?) જેવા બની ગયાં છીએ. વાળ નકલી (વીગ, હેરડાઈ) દાંત નકલી, હાથ-પગ નકલી, આંખ નકલી, હાસ્ય-રુદન પણ નકલી?! ઉપયોગ કરીને પણ સૌંદર્યવાન બની શકાય છે.
દેગામ,ચીખલી – રમેશ એમ.મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે