SURAT

શહેરમાં સ્વાઇન ફ્લુના વધુ આટલા કેસ નોંધાયા: આધેડ મહિલાનું મોત

સુરત: સ્વાઇન ફ્લુમાં (swine flu) આજે વધુ એક દર્દીનું (patient) મોત (Death)નિપજ્યું છે. સિંગણપોર કોઝવે રોડ ખાતે રહેતી 59 વર્ષિય મહિલાનું (woman) સ્વાઇન ફ્લુને કારણે મોત નિપજતા મરણાંક 4 ઉપર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરમાં સ્વાઇન ફ્લુના કેસ વિતેલા 20-25 દિવસથી સામે આવ્યા છે. દરમિયાન રવિવારે વધુ 11 લોકોનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 20 ઉપર પહોંચી છે. આજે નોંધાયેલા નવા 11 કેસ સહિત અત્યાર સુધીમાં કુલ સ્વાઇન ફ્લુના કેસ 63 થયા છે. આજે મોતને ભેટેલી મહિલાનો ગઇ તા.1 ઓગષ્ટના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારી પણ હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.જિલ્લામાં મહિનાઓ બાદ કોરોનાથી એક આધેડ મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાએ વેકિસન લિધી ન હતી. રવિવારે કોરોનાના 28 કેસ નોંધાયા છે.

જિલ્લાના ક્ષેત્રમાં કોરોના એકને ભરખી ગયો
જિલ્લા આરોગ્ય સુત્રોના જણાવ્યા અનુસાર રવિવારે કોરોનાના 28 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં 44000 કેસ નોંધાયા છે. મહિનાઓ બાદ જિલ્લામાં પલસાણા તાલુકાના જોલવા ગામની 53 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે.

જાણો શૂ છે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 560 દર્દીઓના મોત નિપજ્યા છે. રવિવારે બારડોલીમાં 6, ચોર્યાસીમાં 1, કામરેજમાં 3, માંડવીમાં 9,માંગરોળમાં 4, ઓલપાડમાં 3, પલસાણામાં 1 અને ઉમરપાડામાં 1 દર્દી નોંધાયા છે. રવિવારે 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં કુલ 229 એક્ટીવ દર્દીઓ છે.

રાજ્યના વડોદરામાં પણ કોરોના વકર્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 113 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,38,072 પર પહોંચી ગઇ છે. વધુ 140 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,36,518 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 797 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 452 લોકો ક્વોરન્ટીન છે.

તાપી જિલ્લામાં કોરોના વધુ કેસો નોંધાયા

તાપી જિલ્લામાં કોરોનાનાં વધુ ૨ કેસો નોંધાયા છે. ઉચ્છલ તાલુકાનાં મોગલબારા ગામે ૩૦ વર્ષિય મહિલા, સોનગઢ તાલુકાના ભટવાડા ગામે ૧૬ વર્ષિય યુવક કોરોના સંક્રમિત થયાં છે. ૨ દર્દીને રજા આપવામાં આવી છે. હાલ તાપી જિલ્લામાં કોરોનાના ૨૭ સક્રિય કેસ છે.

Most Popular

To Top