Vadodara

મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં અવ્યવસ્થાને કારણે હોબાળો

વડોદરા: એક તરફ રાજય સરકાર વધુ લોકોને રસી લે  તે માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પર જાય છે અને તેમને રસી મળવા કરતા અસુવિધાઓનો સામનો કરવો પડે છે. દરેક સેન્ટર પર લાંબી કતારો જોવા મળે છે ત્યારે રસી લેવા આવતા લોકો માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી.

ઘણા કેન્દ્ર પર રસી લેવા માટે ધક્કા ખાવા પડે છે. રસી લેનાર લાઈનમાં કલાકો સુધી ઉભા રહે અને તેમનો વારો આવે ત્યારે જાણ થાય છે કે કોવિશિલ્ડ રસી લીધી હોય તેમને કોવેકસીન નો ડોઝ આવ્યો ન હોવાથી અન્ય સ્થળે જવુ પડે છે.ઉપરાંત રસીકરણ કેન્દ્ર પર થતી ભીડ જોઈને એમ લાગે છે કે કોરોના જતો રહયો છે. પરંતુ વાસ્તવિકતા જોતા એમ લાગે છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાના એંધાણ વર્તાઈ રહયા છે. લોકો દૂરી રાખવાનું ભૂલી ગયા હોય તેમ લાગે છે.જો દરેક સેન્ટર પર અને બજારમાં આવી જ પરિસ્થિત રહી ત કોરોનાની ત્રીજી લહેર વહેલી આવી શકે છે. ઘણા રસીકરણ કેન્દ્ર પર ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહયા છે.

આજે મમતા દિવસે રસીકરણ બંધ

મહાનગર પાિલકા દ્વારા બુધવારે તમામ રસીકરણ કેન્દ્ર પર રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવેલી છે. આજે પણ પાંચ દિવસ પહેલા કરવામાં આવેલ મમતા દિવસની ઉજવણી હોવાથી રસીકરણ કામગીરી બંધ રાખવામાં આવી હતી તેરીતે શહેરના તમામ રસીકરણ કેન્દ્ર પર બુધવારે રસી આપવાની કામગીરી કરવામાં આવશે નહીં. તેની શહેરીજનોએ નોંધલેવી. જેથી નાગરીકોને મુશ્કેલી પડે નહીં. અને ધક્કા ખાવાનો વારો આવે છે. રસીકરણની કામગીરી ગુરૂવારના રોજથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આજે શહેરમાં 14,115 લોકોને રસી અપાઈ

મંગળવારે વડોદરા શહેરમાં  કુલ  14,115 લોકોને કોરોનાની રસી આપવામાં આવી. 261 હેલ્થ કેર વર્કર્સને બંને ડોઝ, 21 ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ ડોઝ અને1,173 ને બીજો  ડોઝ, 60થી વધુ વય ધરાવતા 794 વયસ્કોને પ્રથમ ડોઝ અને  1,245 વયસ્કોને બીજો ડોઝ આપવામાં આવ્યો. તેમજ 45થી વધુ ઉંમરના 1,818 ને પ્રથમ અને 2,758 જણાને બીજો ડોઝ આપવામાં આવ્યો. 18થી 44 વય જુથના 5,643વ્યક્તિઓને રસીનો પ્રથમ  ડોઝ અને 402 જણાને બીજો ડોઝ આપવામાં  આવ્યો.રસીકરણની શરૂઆત કરી ત્યારથી 13મી જુલાઈ સુધી વડોદરા શહેરમાં 18થી વધુ વય ધરાવતા કુલ 13,40,553 વ્યક્તિઓને  રસીકરણ કરવામાં આવ્યું છે.જેમાંથી 36,353 હેલ્થ કેર વર્કર્સને પ્રથમ ડોઝ અને 26,424 હેલ્થ કેર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો .જ્યારે 53,222 ફ્રન્ટ લાઈન વર્કર્સ ને પ્રથમ ડોઝ અને 28,638 ફ્રન્ટ લાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60થી વધુ ઉંમરના 1,94,648 વયસ્કોને પ્રથમ ડોઝ અને 1,12,424 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો. 45થી વધુ ઉંમરના 2,34,260 લોકોને રસીનો પહેલો ડોઝ  અને 91,450 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો . જ્યારે 18થી 44 વય જુથના 5,23,439  લોકોને પ્રથમ ડોઝ અને 39,650 વ્યક્તિઓ ને  બીજો ડોઝ  આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top