Vadodara

સ્વિટી મર્ડર કેસ : કરજણથી અટાલી ખાતે રિકંસ્ટ્રકશન કરાવાયું

વડોદરા: સ્વીટીના હત્યારા પી.આઈ. અજય દેસાઈ અને કોંગી નેતા કિરિટસિંહ જાડેજાના 11 િદવસના િરમાન્ડના પહેલા જ દિવસે ક્રાઈમબ્રાંચે રીકંસ્ટ્રકશન કરવા બંને આરોપીને અમદાવાદથી લઈને કરજણ આવ્યા હતા.  અમદાવાદ ક્રાઈમબ્રાંચના પીઆઈ ડી બી બારડ અને તેમની ટીમના  જડબેસલાખ જાપ્તા વચ્ચે બંને આરોપી નીચી મૂંડીએ સરકારી વાહનમાં ઉતર્યા હતા. સ્વીટીની નિર્મમ હત્યા બાદ ભાંગી પડેલા બંને ભેજાબાજ આરોપી પોપટની જમ ક્રાઈમબ્રાંચ સમક્ષ કબુલાત કરતા હતા.

 શાતિર િદમાગના પીઆઈ દેસાઈના ભાડાનું મકાનમાં સ્વીટીનું ગળે ટૂંપો આપીને ઠંડા કલેેજે મોતને ઘાટ ઉતારાઈ દેવાઈ હતી તે પ્રયોશા સોસાયટીના મકાન  નં. 5માં આખી ઘટનાનું રિકંસ્ટ્રકશન કરાયું હતું. બનાવને િનહાળવા લોકટોળા આજે પણ ઉમટી પડયા હતા. સ્વીટીની  લાશને પહેલા માળે  બેડરૂમમાંથી કેવી રીતે પીઆઈએ એકલા કઈ રીતે ઉતારીને કંબલમાં લપેટી હતી ત્યાંથી લાશને કારમાં કઈ રીતે છુપાી દીધી. તદ્દઉપરાંત સૌથી મહત્વની મનાતી કડીરૂપ બાથરૂમમાં લોહીના નિશાન મળ્યા તે અંગે પણ વધુ એક વાર તપાસ કરાઈ હતી.

ત્યારબાદ કરજણથી અટાલી ખાતે જયાં કિરિટસિંહ જાડેજાની હોટલના નિર્જન ભાગે સ્વીટીના મૃતદેહનો નિકાલ કરાયો હતો. કોંગ્રેસના કદાવર નેતા કિરિટસિંહ કયારે કઈ રીતે ઘટનાસ્થળે આવ્યા. ચોતરફ નિરિક્ષણ કરીને પીઆઈના કરતૂતોમાં મદદગારી કરવા વોટસએપ પર લોકેશન મોકલ્યા બાદ શું શું તૈયારી કરી હતી.  દિવસભર ચાલેલી કવાયતમાં તપાસની અનેક મહત્વની કડીઓ રૂપ મજબુત પુરાવા સાંપડયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે પોલીસ હવે તે મુદ્દા પર વધુ ફોકસ પાડી રહી છે કે સ્વીટી ગર્ભવતી હતી કે નહીં. જો આ પુરાવા મળી આવશે તો સમગ્ર બનાવમાં વધુ રહસ્યમય વળાંક આવવાની વકી છે.

Most Popular

To Top