Gujarat

દ્વારકા – શામળાજી અને ડાકોરમાં ભકત્તોએ ભાવવિભોર બનીને જન્માષ્ટમીની ઉજવણી કરી

ગાંધીનગર : છેલ્લા બે વર્ષ સુધી કોરોનાના સંક્રમણના કારણે રાજયમાં શ્રાવણના તહેવારો સારી ઉજવી શકાયા ન હતાં. જો કે આ વખતે દ્વ્રારકા (Dwarka,) શામળાજી (Shamlaji) અને ડાકોરમાં(Dakor) રીતસર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. ભાવિક ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો – જય કનૈયા લાલ કી ના નારા સાથે ભગવાન શ્રી કૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવની ઉજવણી (Birthday Celebration)કરી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે અમદાવાદમાં ઈસ્કોન મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં હાજરી આપીને પૂજા અર્ચના કરી હતી.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે અમદાવાદમાં ઈસ્કોન મંદિરમાં હાજરી આપી

આ વખતે જન્માષ્ટમી દરમ્યાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં લોકમેળામાં પણ માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. નાના વેપારીઓએ સારો એવો વેપાર પણ કરી લીધો હતો.ખાસ તો મેળા દરમ્યાન રાજયમાં વરસાદ જોવ મળ્યો નહોતો. જેને કારણે લોકો મન મૂકીને મેળો માણી શક્યા હતાં. દ્વારકા , શામળાજી તથા ડાકોરમાં રાત્રીના 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની આરતી તથા અભિષેક સાથે જન્માત્સવ ઉજવાયો હતો. ત્યાર બાદ મહા આરતી યોજાઈ હતી. જેમાં ગુજરાત બહારથી પણ આવેલા ભાવિક ભકત્તો જોડાયા હતાં. રાજયના માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ જન્માષ્ટમીએ દ્વારકા મંદિર ખાતે ભગવાન દ્વારીકાધીશના દર્શન તથા પૂજા કરી હતી.

શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી

યાત્રાધામ શામળાજીમાં આજે નંદ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે ભગવાન કાળિયા ઠાકરનો ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ બાદ આજે મંદિરમાં નંદ મહોત્સવ પણ ભાવપૂર્વક ઉજવાયો હતો. મંદિર ટ્રસ્ટ આયોજિત નંદ મહોત્સવમાં પૂજારી દ્વારા ચાંદીના પારણાને રંગ બેરંગી ફૂલો વડે શણગારવામાં આવે છે અને ઠાકોરજીને એ પારણામાં બિરાજમાન કરવામાં આવે છે. વ્હાલાની વધામણી બાદ ઠાકોરજીનું વૈદિક મંત્રોચ્ચાર સહિત પૂજન કરવામાં આવે છે અને ધુપ દીપ સૌભાગ્ય દ્રવ્યથી શુશોભિત કરવામાં આવે છે. ત્યારબાદ પ્રભુના બાળ સ્વરૂપને પારણે હરખથી ઝુલાવવામાં આવે છે. ઠાકોરજીને નૈવેદ્યમાં માખણ મિસ્ત્રી ફળફળાદી સૂકો મેવો વગેરે ધરાવવામાં આવે છે. અબીલ ગુલાલની છોળો ઉડે છે અને ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે અને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા લગાવી પ્રભુ ભક્તિમાં લીન થાય છે. આમ અનોખા પ્રાદુર્ભાવ સાથે યાત્રાધામ શામળાજીમાં નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

બરાબર 12 વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા.

યાત્રાધામ શામળાજીમાં રાત્રી દરમિયાન ભગવાનના પરિસરમાં ગરબાની રમઝટ યોજાઈ હતી. ત્યારબાદ બરાબર 12 વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા. શામળાજી મંદિર પરિસર અને ગર્ભગૃહ ભક્તોથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. દરેક ભક્તો વૈષ્ણવો જન્મોત્સવનીએ ઘડીની ઝાખી કરવા થનગની રહ્યા હતા. મનમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ હતા, એવામાં બરાબર 12 કલાકે ભગવાનના દ્વાર ખુલ્યા ત્યારે ભકતોમાં આનંદ સમાતો નહોતો. ભક્તિના અલગ રંગના દર્શન થયા હતા.

Most Popular

To Top