સ્વામી વિવેકાનંદ ભારતના મૌલિક ચિંતક, સામાજિક સુધારક અને વિખ્યાત આધ્યાત્મિક ગુરુ. તેઓ માત્ર સંત નહોતા પરંતુ ભારતીય યુવા પેઢી માટે પ્રેરણાનું મૂર્તિમંત રૂપ હતા. તેમણે શિક્ષણ, આધ્યાત્મિકતા અને સમાજ સુધારણાના ક્ષેત્રમાં નવી દિશા દર્શાવી. તેમનું જીવન અને વિચારો આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે. આ તપોભૂમિ અનેક સંતો અને રાષ્ટ્રભક્ત જનમ્યા છે. જેમાં એક હતા પરમવંદનીય સ્વામી વિવેકાનંદજી. 12મી જાન્યુઆરી એમનો જન્મદિવસ આ દિવસને યુવા દિન તરીકે ઉજવવામાંઆવે છે.
કારણકે એમને યુવાનોમાં અખૂટ શ્રદ્ધા હતી, પોતાના વિચારો અને કાર્યના વહન માટે યુવાનો પર વિશ્વાસ હતો. 39 વર્ષ પાંચ મહિના અને 22 દિવસના ટૂંકા જીવનમાં હિન્દુ ધર્મનો વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેકાનંદ યુવાનોને ઉદ્દેશીને કહે છે કે:”અરે યુવાનો! પ્રચંડ અને દ્રઢ ઈચ્છા શક્તિથી તમે સફળતા મેળવી શકો છો” એક જ વાક્યમાં સફળતાની ગુરુ ચાવી યુવાનોને આપે છે. તમારા પ્રારબ્ધનું ઘડતર કરનાર તમે પોતે જ છો. સ્વામીજી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ચેતનાના મસાલી છે. જન્મદિન નિમિત્તે કોટીકોટી વંદન.
બીલીમોરા- ચૌધરી ગીરીશકુમાર એફ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.