Editorial

આ સ્ત્રીને મળ્યા બાદ સ્વામી વિવેકાનંદને ખબર પડી હતી કે તેઓ સન્યાસી બનવાને લાયક છે

સ્નામિ વિવેકાનંદે ગુરૂ રામકૃષ્ણ પરમહંસના બતાવેલા રસ્તે ચાલીને દુનિયાને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. તેમના વિશે કહેવાય છે કે, તેમની વિચારધારા બદલવા માટે જવાબદાર હતી એક સ્ત્રી, એક ગાવાવાળી સ્ત્રીએ સ્વામી વિવેકાનંદની વિચારધારા બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

કહાની પ્રમાણે જયપુર પાસેના એક નાનકડા રજવાડામાં સ્વામી વિવેકાનંદને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ રજવાડાના રાજાએ સ્વામીજીના સ્વાગત માટે એક સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમણે બનારસની એક પ્રસિદ્ધ ગાવાવાળીને બોલાવી હતી. સ્વામીજીને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમને લાગ્યું કે એક સંન્યાસી તરીકે તેમણે ગાવાવાળીનું ગીત ન સાંભળવું જોઇએ. આથી તેમણે સમારોહમાં જવાની ના પાડી દીધી.

પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો ગીત ગાવાવાળી સ્ત્રીને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તે ખૂબ નિરાશ થઇ હતી. આથી તેણે સૂરદાસના એક ભજનના સૂર છેડ્યા. તેણે ગાયું, ‘પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો..’ પારસ પથ્થર તો લોખંડને પોતાના સ્પર્શથી સોનામાં બદલે છે આ ભજનનો અર્થ હતો, કે પારસ પથ્થર લોખંડના દરેક ટુકડાને પોતાના સ્પર્શ માત્રથી સોનામાં બદલી શકે છે, પછી એ લોખંડનો ટુકડો પૂજના મંદિરમાં મુકવામાં આવ્યો હોય કે કસાઇના દરવાજે પડ્યો હોય. જો પારસ લોખંડ કઇ જગ્યાએ પડ્યું છે એ ચકાસવા બેસે તો તેના પારસ હોવાનો ફાયદો શું?

ભજન સાંભળતા જ સ્વામીજી તે ગાવાવાળી પાસે પહોંચ્યા, જે રડતા રડતા આ ભજન ગાઇ રહી હતી. સ્વામી વિવેકાનંદે પોતાના એક સંસ્મરણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, તેમણે લખ્યું છે કે તે દિવસે પહેલીવાર તેમણે એક વેશ્યાને જોઇ, એને જોઇને સ્વામી વિવેકાનંદના મનમાં કોઇ ભાવના ન જાગી, ન તો પ્રેમની ન તો ઘૃણાની. તેમને કોઇ જાતના આકર્ષણ કે વિકર્ષણની લાગણી ન થઇ. તે દિવસે પહેલીવાર સ્વામીજીને એ વાતની સંપૂર્ણ ખાતરી થઇ ગઇ કે તેઓ પોતાના મન પર કાબૂ મેળવવમાં સફળ થયા છે. તેઓ તન અને મનથી સંપૂર્ણપણે સંન્યાસી બની ચુક્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top