ગુજરાતમા ( gujarat) હાલ કોરોનાના ( corona) કારણે કેટલાય લોકોના જીવ હોમાઈ ગયા છે અને રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. કોરોનના કારણે કેટલાય નામીબેનામી લોકોના મોત થયા છે ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમ ( shivanand asharam) નાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજી ( adhayatamnand swami) નું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.જી. વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 11 કલાકે તેમનું નિધન થયું છે.
આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ 13મી એપ્રિલ, 2021થી એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. એ પહેલાં એક દિવસ શેલ્બીમાં હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું. ગુજરાત વિશેષ કરીને અમદાવાદમાં યોગનો પ્રસાર કરવામાં તેમનું મોટું પ્રદાન હતું. આમ તો સમગ્ર વિશ્વમાં તેઓ યોગ પ્રસાર અને અધ્યાત્મ માટે જતા હતા. તેમના હાથ નીચે સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે.
તેમણે વધુમાં જણાવ્યું, લોકડાઉનમાં વિખ્યાત તસવીરકાર હર્ષેન્દ્રુ ઓઝા સાથે મળીને તેમણે 100થી પણ વધુ દિવસો સુધી વિશેષ કાર્યક્રમો રજૂ કરીને લોકોમાં કોરોનાથી ઊભા થયેલા તણાવને હળવો કર્યો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેઓ નીવડેલા કથાકાર પણ હતા.
એક સંબોધનમાં કોરોનાવાયરસ અંગેના સંબોધનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે.