Vadodara

વર્ષો સુધી દસ્તાવેજ થતા ન હોવાથી ભાગીદારોમાં આંતર કલહની આશંકા

વડોદરા: કરોડો રૂિપયાના સુખધામ પ્રોજેકટમાં જીવન મરણ સમી મૂડી આપીને મિલકત ખરીદનાર સેંકડો લોકોને બિલ્ડર ટોળકી વર્ષો સુધી દસ્તાવેજ માટે ધક્કા ખવડાવે છે. તેવા કૌભાંડનો આંકડો પણ દિન-બ-દિન મોટો થઈ રહયો છે  છતાં પોલીસ તંત્ર ભેદી ચૂપકીદી સેવીને બેસી રહેતા લોકોનો કાનૂન પરથી વિશ્વાસ ઉઠી રહયો છે.  શહેર પોલીસના ઉચ્ચ અિધકારીઓ ખુદ સુખધામ પ્રોજેકટની ઠગ ટોળકીને છાવરીને કરોડોના કૌભાંડ દબાવી દેવા પાછળના બારણેથી બિલ્ડર દર્પણ શાહ આણિ મંડળીને અરજદારો સાથે બને તેટલા જલદી સમાધાન કરાવી લેવા સમય આપી રહી છે. તેથી જ બિલ્ડર અને તેના મળતિયાઓ ચાર માસથી અરજદારોને યેનકેન પ્રકારે દબાણમાં લાવીને સમાધાનકારી વલણ અપનાવી રહયા છે.

જે લોકો ફરિયાદ કરે તેના ઘૂંટણીયે પણ પડીને નાણાં પરત કરે છે અથવા અન્ય મિલકત આપવાની લાલચ આપીને ગ્રાહકોને પોતાની મનમાની કરાવવામાં પાછીપાની કરતા નથી. ખાનગી કંપનીમાં નોકરી કરતા એક ગ્રાહકે 2018માં 60 લાખનું ડુપ્લેકસ બુક કરાવ્યું હતું. આર્થિક રીતે સધ્ધર હોવાના કારણે લોનની ઝંઝટમાં પડયા વિના તમામ નાણાં િબલ્ડરને ચૂકવી દીધા હતા. ભેજાબાજ ભાગીદારોએ ડુપ્લેકસનો કબજો સોંપીને ટુંક સમયમાં દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. ત્રણ વર્ષમાં ડુપ્લેકસ ખરીદનારે અગણિત વખત દસ્તાવેજ કરી આપવા આજીજી કરી ચૂકયો છે. પરંતુ મગરમચ્છ જેવી ચામડી ધરાવતા િબલ્ડર શોર્ટ ટર્મમાં થઈ જશેનો ગોળ કોણીએ ચોપડીને નિરંતર ધક્કા ખવડાવતા જ રહેતા હોવાથી હવે તો ગ્રાહકનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે.

ગ્રાહકે જણાવ્યું હતું કે, થોડો જ સમય રાહ જોઉ છું. હવે પછી સંબંધ અને આજીજી બધુ બાજુ પર કરીને સીધા કોર્ટના જ દરવાજા ખખડાવીશ. કારણ કે, આખુ પોલીસ ખાતુ તો દર્પણ શાહ તેના ખિસ્સામાં લઈને ફરે છે એટલે જયારે પણ દર્પણની જાળમાં સપડાઈ ચૂકેલ પોલીસ ફરિયાદની વાત કરે છે. ત્યારે તો ખડખડાટ હાસ્ય રેલાવતા જવાબ આપે છે કે હમણાને હમણા જ જાવ. પોલીસ પાસે ધક્કા ખાવા કરતા મારી પાસે ખાવ. ત્યાં તો કયારેય તમારા કેસ કે અરજીનો નિકાલ નહીં આવે છેલ્લે તો મારી ઓિફસમાં જ તમારે આવીને સમાધાન કરવું પડશે તેવો હુંકાર કરતો ગ્રાહકોએ કાનોકાન સાંભળ્યો હતો.

ઈન્કમટેકસના કાયદાની પૂરેપૂરી આંટીઘૂંટી જાણનાર એકાઉન્ટન્ટે તો એવુ જણાવેલ કે મિલકત વેચાણના લાખો રૂપિયા લીધા બાદ દસ્તાવેજ ના કરે એટલે સરકારને ટેકસ પણ મોડો ચૂકવવો પડે. જેથી એક રીતે આ ટેકસ ચોરી જ કહેવાય. કરોડોના પ્રોજેકટમાં અઢળક નફો રળી ખાતા પ્રોજેકટમાં સેંકડો ગ્રાહકોને દસ્તાવેજ વિના મિલકતનો કબજો સોંપી દીધો છે અને નાણાં તો પૂરા લીધા છે તો કયા ઈરાદે દસ્તાવેજ કરી નથી અપાતા. આખી ટોળકી દસ્તાવેજ કરી આપવામાં અખાડા કરે છે તે પણ સરકારને ચૂનો ચોપડાતું કૌભાંડ હશે તેવુ ચર્ચાય છે.

Most Popular

To Top