Vadodara

ડ્રગ્સ કૌભાંડમાં મોટામાથા-દિગ્ગજ નેતાઓની સંડોવણીની શંકા

વડોદરા : એટીસેસની કસ્ટડીમાં ગરીબ ગાય જેવા બનીને બેઠેલા જોવા મળતા આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ જીવલેણ એમડી નામનું ડ્રગ્સનો વેપલો કરતા મોતના સોદાગરો છે. આ બન્ને આરોપીઓએ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામમાં નેકટર કેમ નામની કેમિકલ ફેકટરી ઉભી કરી હતી અને તેમાં કેમિકલ નહિ પણ મોતનો સામાન એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં ડ્રગ્સ બનાવવા માટે માસ્ટર માઈન્ડ મનાતા પિયુષ પટેલ તો કેમેસ્ટ્રી માં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ગોરખધંધા મા પાવરધો બની ચૂકેલા પિયુષ ફેકટરીમાં અન્ય કેમિકલના મિશ્રણ કરાવીને જીવલેણ એમડી ડ્રગ્સ બનાવવામાં નિષ્ણાંત બની ચુક્યો છે. તેથી જે તમામ ભાગીદારોને પણ પિયુષ પટેલ પર બેહદ ભરોશો બેસી જતા ધંધામાં તેની જ ખાસ મદદ લેવામાં આવી હતી.

કરોડોના કૌભાંડના મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ ભાગીદાર હતા.અને વર્ષે અબજો રૂપિયાના કાળા કારોબારમાંથી અઢળક કમાણી કરતી નેક્ટર્ કેમ કંપની બાદ બીજી કંપની “વેન્ચર ફાર્મા સ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની” પણ બિન્દાસ્ત ઉભી કરી હતી.જેમાં મહેશ વૈષ્ણવ , પિયુષ પટેલ અને રાકેશ મકાની તથા વિજય વસોયા, દિલીપ વાઘાસિયા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ સપ્ટેમ્બર મહિનાના 2021 ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમડી ડ્રગ્સ બનાવ્યું છે જેમાંથી ગુજરાત એટીએસે 2 આરોપીઓ પાસેથી કબજે કરેલ 225 કિલો એમડી ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયાની મનાઈ રહી છે. જયારે બાકીનું ડ્રગ કોને વેચી નાખ્યું કે છુપાવ્યું છે તે દિશા તરફ તપાસ લંબાવી છે.

Most Popular

To Top