વડોદરા: દામાપુરા ગામ તરફ જવાના રોડ પર ખેતરમાંથી કેમિકલ કૌભાંડ પકડાયું હતું. જેમાં પોલીસે કેમિકલ સહિત 50 લાખનો મુદ્દામાલ કબજે લીધો અને આરોપીઓને 41(1)(D) મુજબ કાર્યવાહી કરી આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા.
પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કેમિકલ કૌભાંડમાં મોટામાથાની સંડોવણી હોવાનીશંકાએ જોર પકડ્યું છે. જો તપાસ ક્રાઇમબ્રાન્ચે સોંપાય તો ઘણી સ્ફોટક વિગતો બહાર આવે તેમ છે.અન્ય કેમિકલ માફિયાઓની સંડોવણી છે કે તેની તપાસ સુદ્ધા પોલીસ નહી કરી હોવાની અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરા જિલ્લાના દામાપુરા ગામ જવાના રોડ પર 24 ડિસેમ્બરે મનુભાઇ સોમાભાઇ ગોહિલના ખેતરમા બનાવેલા ગોડાઉનમમાં યોગેશ દરજીના માલિકીના ટેન્કરમાંથી પાઇપ વડે અન્ય ટેન્કર અને ડ્રમોમાં કેમિકલ ખાલી કરી રહ્યા હતા.તે દરમિયાન નંદેસરી પીઆઇ જે એમ જાડેજાની સહિતની ટીમે ખેતરમાં દરોડો પાડીને કેમિકલ સહિત 50લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને કેમિકલ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જેમાં પોલીસે કયુ કેમિકલ છે તેની તપાસ કરવા એફએસએલની ટીમની પણ મદદ લીધી હતી.એફએસએલની તપાસ બાદ ટેન્કરોમાં ભરેલું પ્રવાહી એસિડ અને કોસ્ટિક સોડા હોવાનું બહાર આવ્યું હતુ. જેમાં પોલીસને કેમિકલના કોઇ બિલ કે પુરાવા કે ફરિયાદી નહી મળતા માત્ર 41 (1)(D) મુજબ કાર્યવાહી કરી આરોપીઓને જામીનમુક્ત કર્યા હતા.
આટલો મોટો જ પકડાયો હોવા છતાં પોલીસે સામાન્ય ગુનાની જેમ કાર્યવાહી કરતા તેમની કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે. કેમિકલ માફિયા દ્વારા એસિડ અને કોસ્ટિક સોડાની લાવીને આ બંને કેમિકલમાંથી શુ બનાવતા હતા. કયો નશીલો પદાર્થ બનાવીને કયાં મોકલતા હતા. જેવા અનેક સવાલો ઉભા રહ્યા છે.કેમિકલ માફિયા ક્યાથી ટેન્કરમાં ભરીને કેમિકલ લાવતા હતા અને કોને જથ્થો પહોંચાડતા હતા. તેમની પાસેથી મળી આવેલા કેમિકલ કાયદેસર છે કે ગેરકાયદે છે. આરોપી પાસે જીપીસીબીનુ લાઇસન્સ છે નહી તેનીપોલીસ દ્વારાતપાસ કરાઇ છે ખરી? પોલીસને સ્થળ પરથી મળી આવેલી એક્સયુવી કારના માલિક કોણ છે? આ કૌભાંડમાં અન્ય આરોપીઓ સંડાવાયેલા છે કેમ તેમની પોલીસ દ્વારા કેમ તપાસ કરવામાં આવી ન હતી. જેવા અનેક સવાલો છાપરે ચઢીને પોકારી રહ્યા છે. જો કેમિકલ કૌભાંડની ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવે છે ઘણી સ્ફોટક વિગતો બહાર આવે તેમ છે.
ગોડાઉન ભાડે આપ્યું હતું તો પછી સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવેલી છે કેમ?
મનુભાઇ ગોહિલના ખેતરમાં કેટલા સમયથી ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જે ભાડે રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ કેટલું ભાડુ નક્કી કરીને રાખ્યું છે.કેટલા સમયથી કેમિકલનો ગોડાઉનમાં સ્ટોક કરાતું હતુ. ખેતરમાં બનાવેલું ગોડાઉન રજિસ્ટર્ડ છે તેમા રાખવામાં આવેલા કેમિકલનું જીએસટી ભરવામાં આવે છે? ગોડાઉન ભાડે આપ્યું હતું તો પછી સ્થાનિક પોલીસમાં ભાડે આપ્યાની નોંધણી કરાવેલી છે.
આટલા મોટા કેમિકલ કૌભાંડ છતાં પોલીસની ઢીલી કાર્યવાહી સામે અનેક સવાલ
દામાપુરા ગામ જવાના રોડ પર ખેતરમાંથી મળી આવેલા કેમિકલના જથ્થા પોલીસે ઠંડુ પાણી રેડી કાર્યવાહી સંપૂર્ણ ઠંડી પાડી દીધુ હોય ચિત્ર સ્પષ્ટ થઇરહ્યું છે. મોટી કેમિકલ કૌભાંડ હોવા છતાં નંદેસરી પોલીસે આમાં કોઇ અન્ય આરોપીઓની સંડોવણી છે કે નહીં તેની તપાસ સુદ્ધા કરી નથી.સૂત્રોમાંથી જાણવામળતી માહિતી મુજબ આ કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ પોલીસ માત્ર 41 (1)(D) મુજબ કાર્યવાહીકરી છે. કેમિકલ કૌભાંડમાં ગોઠવણ કરી કેસને રફેદફે કરી દેવાયાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.