Sports

સુશીલા દેવી, તુલિકા માન અને વિજય કુમારે ભારતના જુડો ઇતિહાસ માટે કોમનવેલ્થ ગેમ્સને ખાસ બનાવી

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022 ભારતીય જુડોના ઇતિહાસમાં સૌથી સફળ ગેમ્સ બની ગઇ છે કારણકે ભારતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની જુડો સ્પર્ધામાં બે સિલ્વર સહિત ત્રણ મેડલ જીત્યા છે. સુશીલા દેવીના ઐતિહાસિક સિલ્વર મેડલ બાદ ભારતની યુવા જુડોકા તુલિકા માને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર સિલ્વર મેડલ જીત્યો છે. આ પહેલા વિજય કુમાર યાદવે પણ બ્રોન્ઝ જીત્યો હતો. ભારતની જુડોકા સુશીલા દેવી લિક્માબામે બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા જુડોમાં 48 કિગ્રાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં સુશીલાને દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હિટબોઇએ હાર આપી હતી. 4.25 મિનિટ સુધી ચાલેલી મેચમાં, વેઇબોઇએ પહેલા સુશીલાને આર્મલોકમાં ફસાવીને નીચે પછાડી. તે પછી સુશીલા થોડીવાર સુધી મેટ પર જ લોક દૂર કરવાનો પ્રયાસ કરતી રહી.

આવી સ્થિતિમાં રેફરીએ દક્ષિણ આફ્રિકાની વિટબોઈને વિજેતા જાહેર કરી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલાનો આ બીજો સિલ્વર મેડલ છે. અગાઉ 2014માં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલાએ સેમિફાઇનલમાં મોરિશિયસની પ્રિસિલા મોરેન્ડને ઇપપોનથી હરાવી હતી. જુડો ખેલાડીઓને ‘જુડોકા’ કહેવામાં આવે છે. જુડોમાં ત્રણ પ્રકારના સ્કોરિંગ છે. તેને ઇપપોન, વાઝા-એરી અને યુકો કહેવામાં આવે છે. ઇપપોન ત્યારે થાય છે જ્યારે ખેલાડી સામેના ખેલાડીને ફેંકે છે અને તેને ઉભો થવા દેતા નથી. ઇપપોન થવાથી ખેલાડી ને ફુલ પોઈન્ટ આપવામાં આવે છે. સુશીલાએ સેમિફાઇનલમાં આવી જ રીતે જીત મેળવી હતી, જો થ્રો ઓછા પાવરથી કરવામાં આવે તો તેને વજ-અરી કહેવામાં આવે છે.

તેમાં અડધો પોઈન્ટ જ આપવામાં આવે છે. એક ખેલાડીને બે વાર વાઝા-આરી માટે સંપૂર્ણ પોઈન્ટ મળે છે અને તે ખેલાડી વિજેતા બને છે. ફાઇનલમાં આફ્રિકન ખેલાડીએ આ જ રીતે સુશીલાને હરાવી હતી. આ તરફાા 3 ઓગસ્ટના રોજ તુલિકાએ 78 કિગ્રા ગ્રૂપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. સુશીલા દેવી પછી તે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચનારી ભારતની માત્ર બીજી જુડોકા બની હતી. જોકે, સુશીલાની જેમ તે પણ અંતિમ અવરોધ પાર કરી શકી ન હતી. અને તુલિકાને ફાઇનલમાં હારતાં તેણે પણ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. તુલિકાનું ગોલ્ડનું સ્વપ્ન તૂટ્યું હોવા છતાં, તેની આ સફર ખૂબ જ ખાસ હતી કારણ કે તે જુડોમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી માત્ર ત્રીજી ભારતીય અને સિલ્વર જીતનારી માત્ર બીજી ભારતીય છે.

સુશીલા દેવીએ 2014ની ગેમ્સમાં ભારત માટે પ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી, વર્તમાન રમતોમાં જ સુશીલાએ ફરીથી તેનું પુનરાવર્તન કર્યું અને ફરી એકવાર સિલ્વર જીત્યો. સુશીલા પછી વિજય કુમાર યાદવે બ્રોન્ઝ જીત્યો અને જુડો મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બન્યો. હવે તુલિકાના મેડલે આ ગેમ્સને ભારત માટે યાદગાર બનાવી દીધી છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સ જુડોમાં કુલ 4 મેડલ જીત્યા છે જેમાંથી 3 આ વખતે આવ્યા છે.

સુશીલા દેવીએ મોટા ભાઈને જોઈને જૂડોમાં ટ્રેનિંગ શરૂ કરી
સુશીલાનો મોટા ભાઈ જુડોની તાલીમ લેતો હતો. આ સિવાય તેના કાકા પણ જુડો રમતા હતા. આ બંનેને જોઈને સુશીલાએ પણ જુડોની ટ્રેનિંગ શરૂ કરી. તે પછી, 2007થી 2010 સુધી, તેણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, મણિપુરમાં તાલીમ લીધી. ત્યારબાદ સુશીલા 2010થી પટિયાલામાં તાલીમ લઈ રહી છે.

સાઈ ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા પછી મુશ્કેલી દૂર થઈ ગઈ
સુશીલાના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઘણી વાર સુશીલા પાસે કોઈ સ્પર્ધામાં ભાગ લેવા અને શહેરની બહાર જવા માટે પૈસા નહોતા. એટલું જ નહીં તેને યોગ્ય આહાર પણ મળતો નહોતો.. જો કે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોસ્ટેલમાં આવ્યા પછી, આહારને લગતી સમસ્યાઓ દૂર થઈ ગઈ. આ સાથે તેને ઘણા સ્પોન્સર્સનો પણ સપોર્ટ મળ્યો. સુશીલાને ભારત સરકાર તરફથી શિષ્યવૃત્તિ પણ મળવા લાગી. આ રીતે સુશીલાની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ ગઈ.

સુશીલા દેવીની જુડોની રમતમાં સિદ્ધિઓ
કોમનવેલ્થ ગેમ્સ સિવાય સુશીલાએ 2019 સાઉથ એશિયન ગેમ્સમાં 48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે જુડોમાં ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હતું. ઓલિમ્પિક્સમાં, તેણીએ મહિલાઓની 48 કિગ્રા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. જો કે, આનાથી તેનો આત્મવિશ્વાસ ઓછો થયો નહીં અને હવે તેણે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.

Most Popular

To Top