Entertainment

પ્રિયંકા ચોપડાથી લઈને રિયા ચક્રવર્તી સુધી, સેલેબ્સ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો

14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત (Sushant sinh rajput)નાં મૃત્યુ (death)નાં સમાચારથી ભરતવર્ષમાં સોપો પડી ગયો હતો. સુશાંતના મોતનું રહસ્ય હજી પૂર્ણ રીતે ઉકેલાયું નથી અને કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે સુશાંતની પ્રથમ પુણ્યતિથિ (first death anniversary) નિમિત્તે, જ્યારે # સુશાંતસિંહરાજપૂત સહિત અન્ય ઘણા હેશટેગ્સ (Hashtag) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે, તો બીજી તરફ સ્ટાર્સ પણ તેમની યાદોને શેર કરી રહ્યા છે. જેમાં રિયા ચક્રવર્તી (rhea chakraborti)થી લઈને પ્રિયંકા ચોપડા અને સારા અલી ખાનથી લઈને ક્રિતી સેનન સુધી ઘણા સ્ટાર્સે સુશાંત માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ક્રિતી સેનન
ક્રિતી સેનન અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ રાબતામાં સાથે જોવા મળ્યા હતા. ક્રિતીએ રાબતાના લુક ટેસ્ટના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ કોલાજમાં, ક્રિતી સેનન અને સુશાંત રાબતા ફિલ્મથી સંબંધિત જુદા જુદા લૂકમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા ક્રિતીએ કેપ્શનમાં લખ્યું કે, ‘જ્યારે હું પહેલીવાર તમારી સાથે શૂટ કરતી હોય.. ત્યારે આપણો લુક ટેસ્ટ. 2 અજાણ્યા લોકો, જેણે રસ્તામાં એકબીજા સાથે ટકરાવું પડ્યું. આજે એ અનુભૂતિ થાય છે કે હવે આપણે એ જ દુનિયામાં નથી. હજી પણ એવું લાગે છે કે તે ખરેખર બન્યું નથી. લાગે છે કે તમે હજી પણ આસપાસ છો … મને ખાતરી છે કે તમે જ્યાં રહો ત્યાં ખુશ રહેશો. ‘

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીએ કેપ્શન સાથે શેર કરેલા ફોટા પર લખ્યું હતું, “આ બહુ લાંબી ક્ષણ નથી, જ્યારે મને લાગે છે કે તમે અહીં નહીં હોવ. લોકો કહે છે કે સમય દરેક વસ્તુને સાજો કરે છે, પરંતુ તમે મારો સમય અને બધું હતા. હું જાણું છું કે હવે તમે મારા દેવદૂત છો અને તમે તમારા ટેલિસ્કોપ દ્વારા મને ચંદ્રથી જોઈ અને સુરક્ષિત કરી રહ્યાં છો. હું દરરોજ તમારી આવવાની અને મને લઇ જવાની રાહ જોઉં છું, હું તમને દરેક જગ્યાએ શોધી રહી છું – હું જાણું છું કે તમે મારી સાથે છો. ‘ તેના કેપ્શનના અંતે રિયાએ લખ્યું, ‘આ જગ્યા કોઈ પણ કિંમતે ભરી શકાતી નથી .. તમારા વિના હું એકલી છું…. મારા લવ બોય, હું તમને દરરોજ માલપુઆ આપવાનું વચન આપું છું અને હું આ વિશ્વનું ક્વોન્ટમ ફિઝિક્સનું દરેક પુસ્તક વાંચીશ. કૃપા કરીને મારી પાસે પાછા આવો. હું તમને ખૂબ જ યાદ કરું છું મારા મિત્ર મારા પ્રેમ …. બેબુ અને પુટપુટહમેશા . ‘

સારા અલી ખાન
સુશાંત સાથે ફોટો શેર કરતા સારા અલી ખાને કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે પણ મને મદદ, સલાહ અને હાસ્યની જરૂર હોય ત્યારે તમે હંમેશાં મારી સાથે હોવ. તમે મને અભિનયની દુનિયા સાથે પરિચય કરાવ્યો. મને વિશ્વાસ અપાવ્યો કે સપના સાકાર થઈ શકે છે. હજી પણ વિશ્વાસ નથી કરી શકતી કે તમે ગયા છો. પરંતુ જ્યારે પણ હું તારાઓ, ઉગતા સૂર્ય અને ચંદ્રને જોઉં છું ત્યારે મને લાગે છે કે તમે અહીં છો. કેદારનાથથી એન્ડ્રોમેડા ‘.

Most Popular

To Top