Sports

સૂર્યકુમાર યાદવ ટી-20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર યરમાં 1000 રન પુરા કરનારો પહેલો ભારતીય

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ (Group match) દરમિયાન 35 રન પૂરા કરીને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એક વર્ષમાં હજાર રન પુરા કરીને ઈતિહાસ રચ્યો હતો. સૂર્યકુમાર યાદવ હવે ટી-20 ઇન્ટરનેશનલમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો (India) પ્રથમ બેટ્સમેન (First Batsman) બની ગયો છે. તેના પહેલા એક વર્ષમાં અન્ય કોઈ બેટ્સમેને ભારત માટે આમ કરી શક્યો નથી. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો અને તેના પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વિકેટકીપર મહંમદ રિઝવાને 2021માં આ પરાક્રમ કર્યું હતું. 2022માં અત્યાર સુધીમાં સૂર્યકુમાર યાદવે 28 મેચની 28 ઇનિંગ્સમાં 44.60ની એવરેજ અને 186.54ની સ્ટ્રાઇક રેટ સાથે 1026 રન બનાવ્યા છે. તેણે 28 ઇનિંગ્સમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 23 મેચમાં 924 રન બનાવનાર રિઝવાન બીજા સ્થાને છે.

ટી-20 ઇન્ટરનનેશનલમાં 2022માં સર્વાધિક રન કરનારા ટોપ ફાઇવ ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ રન
સૂર્યકુમાર યાદવ ભારત 28 1026
મહંમદ રિઝવાન પાકિસ્તાન 23 924
સિકંદર રઝા ઝિમ્બાબ્વે 24 735
વિરાટ કોહલી ભારત 19 731
બાબર આઝમ પાકિસ્તાન 24 650

કેલેન્ડર યરમાં સર્વાધિક 21 મેચ જીતવો રેકોર્ડ રોહિત શર્માએ બનાવ્યો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઝિમ્બાબ્વે સામે ભારતની 71 રનની શાનદાર જીત સાથે એક કેલેન્ડર યરમાં સર્વાધિક મેચ જીતવાનો બાબર આઝમનો રેકોર્ડ તોડીને સૌથી વધુ ટી-20 ઇન્ટરનેશનલ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. ઝિમ્બાબ્વે સામે ટી-20 વર્લ્ડકપની અંતિમ ગ્રુપ મેચમાં મળેલી જીત એ આ વર્ષે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રોહિત શર્માની 21મી જીત હતી, બાબર આઝમે ગયા વર્ષે 20 મેચ જીતીને આ રેકોર્ડ બનાવ્યો હતો. બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને વર્ષ 2021માં રેકોર્ડ 20 ટી-20 મેચ જીતી હતી, પરંતુ હવે આ રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્મા નામે થયો છે. ટી-20 વર્લ્ડકપમાં સુપર 12ની 5માંથી 4 મેચ જીત્યા બાદ રોહિત શર્માના નામે આ કેલેન્ડર યરમાં કુલ 21 જીત નોંધાઇ છે. રોહિત અને બાબર સિવાય આ યાદીમાં ત્રીજું નામ માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2016માં 15 મેચ જીતી હતી.

Most Popular

To Top