Sports

પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ બન્યા નંબર 1 બેટ્સમેન

નવી દિલ્હી: ભારતીય ટીમ(Team India) ચાલુ T20 વર્લ્ડ કપ 2022(T20 World Cup 2022)માં તેની શરૂઆતની બંને મેચો જીતીને સુપર 12 ના ગ્રુપ 2 માં ટોચ પર છે.છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરની કરોડરજ્જુ સાબિત થઈ રહેલ સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) પાકિસ્તાન(Pakistan) સામેની હાઈ વોલ્ટેજ મેચમાં 10 બોલમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી હતી અને નેધરલેન્ડ સામે અડધી સદી રમી હતી. ભારતની સુપર 12ની બીજી મેચમાં સૂર્યાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે તે હવે T20માં નંબર વન બેટ્સમેન પણ બની ગયો છે. જો તમે વિચારી રહ્યા હોવ કે અમે ICC રેન્કિંગની વાત કરી રહ્યા છીએ, તો આમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે. જ્યારે મોહમ્મદ રિઝવાન પ્રથમ સ્થાને અને ન્યુઝીલેન્ડના ડેવોન કોનવે બીજા સ્થાને છે. પરંતુ જો આ વર્ષે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવવાની વાત કરીએ તો સુરૈયા હવે નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે હવે પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને પણ પાછળ છોડી દીધો છે. તાજેતરમાં ભારત માટે સૌથી ઝડપી 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.

સૂર્યકુમાર યાદવ નંબર 1 બેટ્સમેન
ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે આ વર્ષે એટલે કે 2022માં અત્યાર સુધીમાં 25 મેચમાં 41.28ની એવરેજથી 867 રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાનનો વિકેટકીપર ઓપનર મોહમ્મદ રિઝવાન આ યાદીમાં બીજા નંબરે સરકી ગયો છે. મોહમ્મદ રિઝવાને આ વર્ષે 19 મેચમાં 51.56ની એવરેજથી 825 રન બનાવ્યા છે. હકીકતમાં, T20 વર્લ્ડ કપમાં 27 ઓક્ટોબર 2022 ગુરુવારનો દિવસ ખૂબ જ રોમાંચક હતો. સુપર 12ના ગ્રુપ 2માં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું. આ મેચમાં રિઝવાન માત્ર 14 રનનું યોગદાન આપી શક્યો હતો. તે જ સમયે, દિવસની બીજી મેચમાં સૂર્યાએ નેધરલેન્ડ સામે 51 રનની ઇનિંગ રમી હતી.

વર્ષ 2022માં સૌથી વધુ T20 રન બનાવનાર
સૂર્ય કુમાર યાદવ – 19 મેચમાં 867 રન
મોહમ્મ્દ રિઝવાન – 19 મેચમાં 825 રન
સિકંદસર રઝા – 19મેચમાં 652 રન
પથુમ નિસાંકા – 21 મેચમાં 636 રન
વિરાટ કોહલી – 629 રન (57.18ની સર્વ શ્રષ્ઠ સરેરાશ )

સૂર્યકુમાર યાદવની T20I કારકિર્દી કેવી રહી?
સૂર્યકુમાર યાદવે 14 માર્ચ 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે ટી20 અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 36 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 34 ઇનિંગ્સમાં 1111 રન બનાવ્યા છે. તેની કારકિર્દીની સરેરાશ 39.68 અને સ્ટ્રાઈક રેટ 177.48 છે. તેણે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં એક સદી અને 10 અડધી સદી ફટકારી છે. દોઢ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકનાર સૂર્યા આજે ભારતીય મિડલ ઓર્ડરની ચમક બની ગયો છે.

Most Popular

To Top