Charchapatra

સુરતીલાલા સ્વાદ સાથે જીવન અને સમજણના પણ આશક છે

સંસ્કાર સાહિત્યમાંય જે સતત કરે છે વૃધ્ધિ, વેપાર ઉદ્યોગની સાથે વધે આંતરિક સમૃધ્ધિ.!’’ ધ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી એક અનોખો કાર્યક્રમ થાય છે જેમાં માત્ર વેપાર વાણિજ્ય નહીં પણ વ્યક્તિત્વના વિકાસ અને નાગરિકત્વની બહુપરિમાણીય સજ્જતા વિકસે તેવું આયોજન થાય છે.

આ વર્ષે આ ઉપક્રમમાં ગણિત મહોત્સવ ઉજવાયો. જેમાં જે તે ક્ષેત્રના વિદ્વાન વક્તાઓએ કર્મ, રાજનીતિ,ધર્મ, લાગણી, આરોગ્ય અને મનોરંજન જેવા વિષયોનો જીવન સાથે અનુબંધ જોડીને સુરતના ભાવકોને સજ્જ કર્યા. એક વેપાર ઉદ્યોગના વિકાસ માટેની સંસ્થા નાગરિક ઘડતરના આવા કાર્યક્રમો યોજે તે બદલ સંસ્થાના હોદ્દેદારોને બિરદાવીએ. સાથે સાથે સમૃદ્ધિના ચોથા માળના હોલને ચિક્કાર ભરી અન્ય ત્રણ સેમિનાર હોલને પણ ચિક્કાર ભરીને એલ.ઈ.ડી પર નિહાળનાર સુરતીલાલાઓએ સાબિત કર્યું કે તેઓ માત્ર સ્વાદ રસિયા જ નથી, જીવન અને સમજણના પણ આશક છે. બ્રેવો સુરતીલાલા!
સુરત  – પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top