Feature Stories

સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી

મુંબઈ જઈને ઘોડેસવારી શીખશે


તનુષ અગ્રવાલની હમણાં જ 10માં ધોરણની બોર્ડ પરીક્ષા પતી છે. તેણે જણાવ્યું કે, મને એનિમલ્સ પ્રત્યે લગાવ છે એટલે હું આ વેકેશનમાં હોર્સ રાઈડિંગ શીખવાનો છું. તેના ઘરમાં પહેલા પેટ્સ હતાં જોકે, અત્યારે નથી. ઘરમાં પપી હતાં ત્યારે તેમને ઘરની બહાર ફરવા લઈ જવું તેમની સાથે રમવું ગમતું હતું. જ્યાં પણ ફરવા જાય ત્યાં ઝૂમાં વન્ય જીવો વિશે માહિતી લેવા ઝૂની વિઝીટ અવશ્ય કરે છે. 6 મહિના પહેલાં તે મુંબઈ મહાલક્ષ્મી રેસકોર્સ ગયો હતો ત્યાં તેણે હોર્સ રાઈડિંગ કર્યું હતું જે તેને રોમાંચક લાગ્યું હતું. હવે એની 10માં ધોરણની પરીક્ષા પુરી થઈ ગઈ છે તો મુંબઈમાં P.G.માં કે પછી એક મહિના માટે હોસ્ટેલમાં રહીને હોર્સ રાઈડિંગ શીખશે. આ માટે તેને તેના પેરેન્ટ્સની પરમિશન પણ મળી ગઈ છે. જો એક મહિનામાં તે સારી રીતે હોર્સ રાઈડિંગ શીખી લેશે તો તે સુરતમાં હોર્સ રાઈડિંગની એક્ટિવિટીઝમાં પાર્ટીસીપેટ કરવાનું ચાલુ કરશે. જોકે, હોર્સ રાઈડિંગમાં તે ફ્યુચર બનાવવાનું વિચારતો નથી પણ તે હોબી તરીકે હોર્સ રાઈડિંગ પસંદ કરશે.
લોકો પાસેથી વેસ્ટ પ્લાસ્ટિક બેગ્સ કલેક્ટ કરી બ્લેન્કેટ માટેના કવર બનાવતા શીખશે


નૈતિકા જૈન 12માં ધોરણમાં છે તેની બોર્ડ પરીક્ષાઓ હવે શરૂ થશે. તે એન્વાયર્નમેન્ટ એન્જીનીયરીંગ કરવાની છે. તેણે જણાવ્યું કે, પર્યાવરણ જતનના ઉદ્દેશ્યથી હું વેકેશન દરમિયાન વેસ્ટ પ્લાસ્ટિક બેગ્સમાંથી યુ-ટ્યુબ પરથી બ્લેન્કેટના કવર બનાવતા શીખવાની છું. આમ તો હું પ્લાસ્ટિકમાંથી કવર બનાવતા થોડું શીખી છું, જોકે હું તે પરફેક્ટ શીખવા માંગુ છું. કવર બનાવતા શીખીશ ત્યારે જેટલાં કવર બનશે તે ગરીબ બાળકોમાં વહેંચવાની છું. આવા કવર બનાવવા વેસ્ટ પ્લાસ્ટિક હું લોકો પાસેથી કલેક્ટ કરીશ. આવી પ્લાસ્ટિક બેગ્સને કટ કરી તેની સિલાઈ કરી આવા કવર બનાવવાના હોય છે. નેનો ટેકનોલોજી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની દિશામાં કાંઈક કરવાનું પણ વિચારી રહી છું અને આમાં જ મને કરિયર પણ બનાવવું છે.
પબ્લિક ઇન્ટરેક્શનમાં ઇન્ટરેસ્ટ છે એટલે સ્ટ્રીટ ફોટોગ્રાફી ફાધરના ફ્રેન્ડ પાસેથી શીખશે


વિશ્વા જરીવાળાની 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. તે વેકેશન પડતા સ્ટ્રીટ ફોટોગ્રાફી શીખવાની છે. તેણે જણાવ્યું કે, મારા ઘરમાં એક સરસ કેમેરા છે એનાથી મેં એનિમલ્સ અને નેચરના ફોટા ક્લિક કર્યા છે પણ પરફેક્ટ ફોટોગ્રાફી થઈ શકે તે માટે હું મારા ફાધરના ફ્રેન્ડ ધ્રુવીન અંકલ પાસેથી સ્ટ્રીટ ફોટોગ્રાફી શીખવાની છું. હું ભાગળ શાકમાર્કેટમાં જાઉં છું કે પછી ચૌટામાં કટલરી ખરીદવા જાઉં ત્યારે મને લોકોના ચહેરાના હાવભાવ જોવા ગમે એટલે એ ચેહરાઓને કેમેરામાં કંડારી શકું તે માટે સ્ટ્રીટ ફોટોગ્રાફી શીખવાની છું. આમ તો ડ્રોઈંગ કરું છું અને સ્પોર્ટ્સમાં બેડમિન્ટન રમું છું પણ મને કાંઈક અલગ હોબી ડેવલપ કરવી છે એટલે મને સ્ટ્રીટ ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા છે. આવા પબ્લિક પ્લેસીસ પર ડિફરન્ટ ટાઈપના નેચરવાળા વ્યક્તિઓ મળી જતા હોય. તેઓ શાકવાળા પાસે ભાવ માટે રકઝક કરતા હોય તે જોવાની જિજ્ઞાસા થતી હોય બસ લોકોના ડિફરન્ટ વર્તનને હું કેમેરામાં કંડારવા માંગુ છું. ફોટોગ્રાફીમાં હું કરિયર નથી બનાવવાની પણ તેને શોખ તરીકે રાખવા માંગુ છું.
લરિંગ ફૂલો મનને શાંતિ આપે છે એટલે ટેરેસ ગાર્ડિંગ શીખશે


સિયા દેસાઈની 10માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ 7 માર્ચે પુરી થઈ ગઈ છે તો તે હવે વેકેશનનો સમય મનગમતી પ્રવૃત્તિમાં વિતાવવા માંગે છે. તેણે જણાવ્યું કે મારા ઘરની બાલ્કનીમાં 20થી 25 ફ્લાવર્સ પ્લાન્ટ છે. જેમાં જાસ્મીન, ગુલાબ, હિબીસ્ક્સ વગેરે ફ્લાવર્સ ઉગે ત્યારે તો એને જોઈને મનને ઘણી શાંતિ મળે. હું રોજ આ પ્લાન્ટ્સને વોટરિંગ કરું છું ઉપરાંત ખાતર નાખું. હવે જ્યારે પરીક્ષા પતી ગઈ છે અને મારી પાસે ટાઈમ છે તો હું અહીં એગ્રી કલ્ચર યુનિવર્સીટીમાં ટેરેસ ગાર્ડનિંગ માટેના શોર્ટ ટર્મના કોર્સ ચાલે છે, તે શીખવા જવાની છું. હું તે શીખીને મારા ઘરની બાલ્કનીને સુંદર મજાનું નાનકડું ગાર્ડન બનાવવાની છું. હું આગળ બાયોલોજીના સબ્જેક્ટમાં મારું કરિયર બનાવવાના ભાગરૂપે પણ ટેરેસ ગાર્ડનિંગનો શોર્ટ ટર્મ કોર્સ કરવાની છું.
આર્ટ ફિલ્ડમાં ફ્યુચર બનાવવા બ્રીક કાર્વિંગ અને સ્ટ્રીન્ગ આર્ટ શીખશે


નેહા રૂપાવાલાની 10માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે. તેણે જણાવ્યું કે, મને મારું ફ્યુચર આર્ટ ફિલ્ડમાં બનાવવું છે. મારું બાળપણથી ડ્રોઈંગ સારું છે અને વિવિધ આર્ટનું થોડું નોલેજ છે. અત્યારે તેમાં આગળ વધવું છે. પરીક્ષાઓ પતી જશે ત્યારબાદ હું બ્રીક કાર્વિંગ, સ્ટ્રીન્ગ આર્ટ અને રેઝીન આર્ટ શીખવાની છું. આ ત્રણેય આર્ટની અત્યારે ઘણી ડિમાન્ડ છે. સ્ટ્રીન્ગ આર્ટમાં લાકડાના બોર્ડ પર ખીલ્લીઓ એક નિશ્ચિત પેટર્નમાં ઠોકી તેની ચારે તરફ રંગીન દોરી કે ઉન લપેટીને આકર્ષક ડિઝાઇન, જ્યોમેટ્રીક આકૃતિ, શબ્દ કે ચિત્ર બનાવાય છે. તેનાથી ઘરને ડેકોરેટિવ લુક આપી શકાય છે. બ્રીક કાર્વિંગમાં પણ પકવેલી ઈંટ પર ડિઝાઇન કોતરવામાં આવે છે. ઘરની દિવાલોની સજાવટ આવા બ્રીક કાર્વિંગથી કરાય છે. હું મલ્ટીપલ આર્ટ્સમાં આગળ વધવાની દિશામાં આ ત્રણ નવા આર્ટ્સ શીખવાની છું.

Most Popular

To Top