સુરત શહેરમાં સિટી અને BRTS બસ સેવાઓને લઈને મળતી સતત ફરિયાદો વચ્ચે સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે.પાલિકાને છેલ્લા કેટલાક સમયથી ટિકિટચોરી, મુસાફરો સાથે ગેરવર્તણૂક અને ફરજ દરમિયાન યુનિફોર્મ વગર સેવા આપવાની ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ચેરમેન અને તેમની ટીમે સુરત શહેરના વિવિધ રૂટ પર દોડતી બસોમાં સીધી તપાસ શરૂ કરી હતી જે પછી એક બાદ એક બેદરકારી અને લાપરવાહી સામે આવી છે
સુરતના કોમલ સર્કલ પાસે રૂટ નંબર 105ની BRTS બસમાં ચેકિંગ દરમિયાન કેટલાક મુસાફરો પાસે માન્ય ટિકિટ ન હોવાનું સામે આવ્યું હતું.જો કે આકસ્મિક ચેકિંગ થી પહેલે તો કર્મીઓમાં ફફડાટ ફેલાયો બાદ માં તપાસમાં જાણવા મળ્યું કે કંડક્ટર ટિકિટ આપ્યા વગર મુસાફરોને મુસાફરી કરાવી રહ્યો હતો. સુરત મહાનગર પાલિકા ને મસ્ત મોટું નુકશાન પોહચાડી બિંદાસ ફરજ બજાવી રહ્યો હતો,આ ઉપરાંત કેટલાક કંડક્ટરો પાસે ઓળખપત્ર નહોતાં અને કેટલાક સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા જોવા મળ્યા હતા,જે જોઈ પરિવહન સમિતિ ચેરમેને નિયમો ના ભંગ બદલ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું

જે બાદ પાલિકા ને આર્થિક નુકશાન પહોચાડનારા તમામ ઉપર બેદરકારીને પગલે સખત વલણ અપનાવાયું 4 કંડક્ટર, 3 ચેકર અને 2 સુપરવાઈઝરને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો.સાથે સંકળાયેલી ‘આકાર એજન્સી’ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.યોગ્ય જવાબ નહીં મળે તો એજન્સી સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.પરિવહન સમિતિ ના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મુસાફરોના હિત સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. સિટીબસ અને BRTS જેવી જાહેર સેવાઓમાં પારદર્શિતા અને શિસ્ત જાળવવી જરૂરી છે.આ અચાનક કાર્યવાહીથી બસ સ્ટાફમાં હડકંપ મચી ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકાનું આ કડક વલણ લાંબા ગાળે સેવા સુધારવામાં કેટલું અસરકારક સાબિત થાય છે.સુરત શહેરમાં જાહેર પરિવહન વધુ જવાબદાર અને પારદર્શક બને, તે માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.