નવી દિલ્હી: હમાસના (Hamas) આતંકી હુમલા બાદ ઈઝરાયેલ (Israel) ગુસ્સે ભરાયું છે અને વીતેલા 20 દિવસથી ગાઝા (Gaza) પટ્ટી પર સતત હવાઈ હુમલા (Air Attack) કરી રહ્યું હતું અને હવે તો ઈઝરાયેલી સેનાએ ગ્રાઉન્ડ પર પણ લડાઈ (Ground Attack) શરૂ કરી દીધી છે. જોકે, તેમ છતાં હમાસ (Hamas) તરફથી મિસાઈલ અને બોમ્બના (Bomb) હુમલા ચાલુ હતા તેથી હમાસના હુમલાને ખાળવા માટે ઈઝરાયેલની સેનાએ ગજબ કિમીયો અજમાવ્યો હતો. ઈઝરાયેલની સેનાએ યુદ્ધ વચ્ચે હમાસની એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી દીધી હતી. હમાસની એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટને સંપૂર્ણપણે નષ્ટ કરી ઈઝરાયેલની સેના પરત પણ આવી ગઈ હતી. ઈઝરાયેલ આ હુમલાનો વીડિયો જાહેર કર્યો છે.
ઇઝરાયેલી સેના રેડિયોએ હમાસ સાથેના યુધ્ધમાં આ હુમલાને સૌથી મોટી સર્જીકલ સ્ટ્રાઈક તરીકે દર્શાવી છે. સેનાએ આ હુમલાનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કંઈ રીતે ઇઝરયેલી સૈનિકો બખ્તરબંધ વાહનો સાથે ગાઝાની સીમાની અંદર ગયા અને હમાસના ઘણા ઠેકાણાઓ ઉપર ટેન્ક વડે ગોળા સાધ્યા હતાં. જેમાં એન્ટિ મિસાઇલ લોન્ચ પોસ્ટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલના હુમલામાં ઘણી ઇમારતો પણ કોંક્રીટનો ઢગલો થયેલી હાલતમાં જોવા મળી રહી છે. હુમલાને પુર્ણ કરીને ઇઝરયેલી ટેન્કો પરત પોતાની સીમાની અંદર આવી ગયા હતા. સેનાએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે આ ઘુસપૈઠ યુધ્ધના આવનારા ચરણની તૈયારીના ભાગરૂપે કરવામાં આવી હતી. આ ઇઝરયેલી સેના દ્વારા હમાસને નષ્ટ કરવાનો એક સંદેશ હતો. પરંતુ હમાસનું આ ઘટના બાબતે કોઈ નિવેદન હજી સુધી સામે આવ્યું નથી.
જણાવી દઇયે કે ફિલિસ્તીનના સંગઠન હમાસ અને ઈસ્લામિક જીહાદએ 7 ઓક્ટોબરના દિવસે ઈઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400 લોકોનાં મોત થયા હતાં અને 5000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આટલુંજ નહીં પરંતુ હમાસ અને ઈસ્લામિક જિહાદએ 220 નાગરિકોને હજી સુધી બંધક બનાવી રાખ્યા છે. ત્યારે હમાસે આ બંધકોને આઝાદ કરવાની વાત પણ કરી હતી સામે પોતાની કેટલીક શરતો મુકી હતી કે, ઇઝરાયેલએ પોતાના હુમલાઓને બંધ કરવા પડશે.
આ હુમલાઓના જવાબન સ્વરુપે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ભીષણ પરમાણુ હુમલાઓ કરવામાં આવ્યા છે. હમણાં સુધી ઇઝરયેલી હુમલામાં 6500 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગાઝા હેલ્થ મિનિષ્ટ્રીનો દાવો છે કે આ મૃતકોમાં 2700 બાળકો હતા અને 17000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.