Gujarat

ગણવેશ માટે અરજી કરનાર ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને 6.64 કરોડની સહાય ચુકવાઈ

ગાંધીનગર: વિધાનસભામાં સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગણવેશ (uniform) સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 31-12-2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ગણવેશ સહાય મેળવવા માટે કુલ ૭૫,૧૯૮ જેટલી અરજીઓ મળી હતી. જેમાંથી ૭૫,૧૯૮ એટલે કે, તમામ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૬૪,૦૦,૮૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના હોવા જોઈએ, વિદ્યાર્થી ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. ગણવેશ સહાય યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને ત્રણ જોડી ગણવેશ આપવમાં આવે છે. ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂ. 900ની સહાય ચૂકવવામાં આવે છે.

Most Popular

To Top