સુરત: બલ્ગેરિયાના બર્ગાસમાં તા.5-6 જુલાઈ, 2025 દરમિયાન રમાયેલા કુડો વર્લ્ડ કપ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુરતના ખેલાડી ઝિદાન વિસ્પી ખરાડીએ ઇતિહાસ સર્જ્યો છે. સુરતના ઝિદાન વિસ્પી ખરાડીએ ભારત વતી સિલ્વર મેડલ જીતી ઝળહળતો દેખાવ કર્યો છે.
- વર્લ્ડકપમાં અંડર-16 કેટેગરીમાં ફાઈનલ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય કુડો એથ્લેટ બન્યો
- ‘સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા વિસ્પી ખરાડી ઝીદાનના પિતા અને કોચ પણ છે
ગુજરાતના સુરતના યુવાન માર્શલ આર્ટ ખેલાડી ઝિદાન વિસ્પી ખરાડીએ 5-6 જુલાઇ, 2025ના રોજ બલ્ગેરિયાના બર્ગાસમાં યોજાયેલા કુડો જાપાનીઝ મિક્સ્ડ કોમ્બેટ સ્પોર્ટ વર્લ્ડકપમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડકપ 2025માં 30 દેશોના 500 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ઝિદાનએ અંડર-16 કેટેગરીમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીત્યો છે, જેનાથી ભારતના ટોચના કોમ્બેટ એથ્લેટ્સમાં તેનું સ્થાન ફરી સ્થાપિત થયું છે.
ભારત વર્લ્ડકપમાં ભાગ લેનારા 30 દેશોમાં પ્રથમવાર ચોથા ક્રમે રહ્યું છે
ઝિદાન સતત રાષ્ટ્રીય મેડલ વિજેતા રહ્યો છે, ઝિદાન કરાટેમાં ત્રીજો ડેન બ્લેક બેલ્ટ અને કુડોમાં બીજો ડેન બ્લેક બેલ્ટ છે. માર્શલ આર્ટ્સમાં તેની સફર માત્ર પ્રતિભા દ્વારા જ નહીં પરંતુ અથાક સમર્પણ અને શ્રેષ્ઠતાનું પ્રેરણાદાયી પ્રતિક છે. ઝિદાનના પિતા વિસ્પી ખરાડી પણ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ છે, અનેક વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવે છે અને ‘ધ સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા છે. ઝિદાને તેમની પાસે ટ્રેનીંગ અને કોચિંગ લીધી છે.
સુરતના ત્રણ ખેલાડીઓએ ભાગ લીધો હતો
ભારતીની 60 ખેલાડીઓની ટીમમાં ખરાડી-બંધુઓ ઝિદાન અને યઝદાન બ્રધર્સ સહિત સુરતના ત્રણ બલ્ગેરિયામાં કુડો વર્લ્ડ કપ 2025 માં ભાગ લેવા ગયેલી 60 સભ્યોની ટીમમાં 3 ખેલાડીઓ સુરતના હતા. પરિવાર અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરતા મહત્વના ઉપક્રમમાં ઝિદાનના નાના ભાઈ, યઝદાન ખરાડીએ પણ કુડોવર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જેમાં અંડર-13 બોયઝ કેટેગરીમાં ભાગ લીધો હતો. યઝદાન તેના ભાઈ સાથે ભારતીય ટીમના ભાગરૂપે ગયો હતો. તે ઉપરાંત સુરતનો કાર્તિક મંધાણી પણ ભારત વતી પ્રતિસ્પાર્ધી હતો.
પ્રથમવાર ભારતીયએ જાપાનીઝ ખેલાડીને હરાવ્યો એનો આનંદ અકલ્પનીય : ઝિદાન ખરાડી
બલ્ગેરિયમાં યોજાયેલા કુડો વર્લ્ડકપની સેમી ફાઈનલમાં જાપાનીઝ ખેલાડીને હરાવી ફાઈનલમાં પહોંચવાનો વિક્રમ સર્જનાર ભરતીય કુડો એથ્લેટ ઝિદાન ખરાડી એ જણાવ્યું હતું કે, કુડોના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ભારતીય ખેલાડી એ જાપાનીઝ ખેલાડીને હરાવ્યો એનો આનંદ અકલ્પનીય છે. એ પણ સેમી ફાઈનલમાં હરાવ્યો એનો વિશેષ આનંદ છે. વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીતવા પાછળ વર્ષોની મહેનત અને પ્રેક્ટિસ છે.આ સિદ્ધિ માટે હું મારા પિતા અને મારા કોચ,ગુરુ વિસ્પી ખરાડીને શ્રેય આપું છું. ફાઈનલમાં બીજા જાપાનીઝ ખેલાડી ઈશારો શીબાઓ એ ઝિદાન ખરાડીને હરાવ્યો હતો.
ઝિદાન ખરાડી એ કહ્યું હજી મારી પાસે સમય છે. આગામી સ્પર્ધાઓમાં હજી સારો દેખાવ કરવા મેહનત કરીશું.
કુડો વર્લ્ડ કપમાં ભારત વતી રમવું એ ગૌરવની ક્ષણો હતી. ફાઈનલ ન જીતી શક્યો એનો થોડો વસવસો તો રહેવાનો જ,
ઝિદાનનાં નાના ભાઈ યઝદાન 2 અને કાર્તિક મંધાની 1 મેચ જીત્યા
બલ્ગેરિયમાં યોજાયેલા કુડો વર્લ્ડ કપમાં સુરતના અન્ય બે ખેલાડીઓએ પણ સારો દેખાવ કર્યો હતો. ઝિદાનનાં નાના ભાઈ યઝદાન ખરાડી 2 મેચ જીતી ત્રીજી મેચ હારી ગયો હતો. જ્યારે કાર્તિક મંધાણી પહેલી મેચ જીત્યા પછી બીજી મેચમાં હારી જતા સ્પર્ધામાંથી બહાર થયા હતા.પણ જુડો વર્લ્ડકપમાં સુરત અને ભારતના ખેલાડી તરીકે પ્રથમ તબક્કાની મેચ જીતનાર તરીકે તેઓ પણ ઇતિહાસમાં નામ નોંધાવી ગયા છે.