સુરત: ઠગાઈ (Fraud) બાદ પોલીસ પકડથી બચવા ડોક્ટર (Doctor) પણ સાધુ (Monk) બનીને જીવવા મજબુર થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જમીન (Land) પેટે બિલ્ડર (Builder) પાસે 52 લાખ લઈ ભાગતા ફરતા એક ડોક્ટર ને પોલીસે (Police) અઢી વર્ષ બાદ ઝડપી પાડતા ડોક્ટર પશ્ચિમ બંગાળમાં (WestBangal) ઓળખ છુપાવી ને રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળથી બેંક ના કામે આવેલો ઠગબાજ ડોક્ટર હોટેલમાં પત્નીને મળવા જવાનો હોવાની મળેલી બાતમી બાદ પોલીસે આયોજનપૂર્વક વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
જે.સી.જાધવ ( પીઆઇ, ગોડાદરા પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે ઝડપાયેલા ડોક્ટરનું નામ સુકુમાર શરદચંદ્ર રોય (ઉં.વ.60) હોવાનું અને ગોડાદરા આસ્તીકનગર-3 માં રહેતા હોવાનું સામે આવ્યું છે. મૂળ બસ્તાગામ પશ્ચિમ બંગાળના વતની હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર સુકુમાર સહિત 12 જણા સામે દેલાડવા ગામની જમીનમાં બિલ્ડર પાસેથી 52.50 લાખ લઈ જમીનમાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બાદ ગુન્હા નોંધાયા છે.
બિલ્ડર ની ફરિયાદ બાદ ડોક્ટર પોલીસથી બચવા પશ્ચિમ બંગાળમાં પોતાની ઓળખ છુપાવવા સાધુ બનીને રહેતો હોવાની કબૂલાત કરી છે. એટલું જ નહિ પણ સાધુ બનીને તે સુરતમાં અવર-જવર કરતો અને પત્નીને હોટેલમાં બોલાવી મુલાકાત પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જમીન ઠગાઈ કેસમાં ડોક્ટર છેલ્લા અઢી વર્ષથી ભાગતો ફરતો હતો. ડોક્ટર સુરતમાં બેંકના કામ માટે આવતો હતો. ત્યારબાદ ડોક્ટર હોટેલમાં પત્નીને બોલાવી મુલાકાત પણ કરતો હતો. ડોક્ટર સુરતમાં આવ્યા હોવાની બાતમી બાદ એએસઆઈ કે.ડી.રાઠોડ અને તેના સ્ટાફે ડોક્ટરને ગોડાદરા અંજલીનંદની રેસીડન્સી પાસેથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. હાલ તપાસ ચાલી રહી છે.
જમીનમાં ઠગાઈના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ભાગતો ડોક્ટર પશ્ચિમ બંગાળમાં સાધુ બનીને રહેતો હતો. આ ડોક્ટર સુરતમાં બેંકના કામ માટે આવ્યો હતો. તે વખતે ડોક્ટરે હોટેલમાં પત્નીને બોલાવી હતી. આથી ની સૂચનાથી એએસઆઈ કે.ડી.રાઠોડ અને તેના સ્ટાફે ડોક્ટરને ગોડાદરા અંજલીનંદની રેસીડન્સી પાસેથી દબોચી લીધો હતો.